Home /News /madhya-gujarat /દાહોદ: આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ, દૂધ પીવડાવવાના બહાને બાળક ઉઠાવી લીધું!

દાહોદ: આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ, દૂધ પીવડાવવાના બહાને બાળક ઉઠાવી લીધું!

ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ

Dahod News: ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ. 24 કલાક વિત્યા બાદ પણ બાળક મળ્યું નથી. LCB,SOG સહિત 6 ટીમો બનાવી. હોસ્પિટલમાં લાગેલા CCTV 2 વર્ષથી બંધ

    દાહોદ: ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને 24 કલાક વિત્યા બાદ પણ બાળક મળ્યું નથી. બાળની શોધખોળ માટે LCB, SOG સહિત 6 ટીમો બનાવવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે. ધાનપુર, દેવગઢબારીઆ, લીમખેડાની ટીમો શોધખોળમાં જોડાઇ છે. મહત્વનું છે કે. હોસ્પિટલમાં લાગેલા CCTV 2 વર્ષથી બંધ છે.

    LCB,SOG સહિત 6 ટીમો બનાવી

    ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ થતાં ચકચાર મચી જવા પામી છે. 1 માસના બાળકનું આરોગ્ય કેન્દ્રમાંથી અપહરણ થતાં પોલીસ દોડતી થઇ છે. કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા આવેલી મહિલા સાથે બનાવ બન્યો છે. બાળકને દૂધ પીવડાવવાના બહાને મોટા બાળક પાસેથી બાળક ઉઠાવી લીધું હોવાની વિગતો સામે આવી રહી છે. બપોરે 2 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે બાળકનું અપહરણ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, હાલ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


    આ પણ વાંચો: અમદાવાદની સ્કૂલમાંથી ગુમ થઈને સ્ટેશન પરથી મળેલા વિદ્યાર્થીના ચોંકાવનારા ખુલાસા


    હોસ્પિટલમાં લાગેલા CCTV 2 વર્ષથી બંધ

    ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 1 માસનું બાળક ગુમ થયાને 24 કલાક વિત્યા છતાં બાળક શોધવામાં પોલીસને સફળતા મળી નથી. બાળકને શોધવા LCB, SOG, ધાનપુર, દેવગઢબારીઆ, લીમખેડા, રણધીકપુર સહિતની 6 ટીમો કામે લાગી છે. પોલીસે કુટુંબ નિયોજન કરાવવા આવેલા 34 જેટલા દર્દી, ગતરોજ હોસ્પિટલમાં નોંધાયેલી ઓપીડી, તેમજ છેલ્લા 1 માસમાં થયેલી ડીલીવરીના કેસમાં મહિલાઓના ઘરે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી બાજુ, હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી પણ છેલ્લા 2 વર્ષથી બંધ છે. જો હોસ્પિટલમાં સીસીટીવી ચાલતા હોત તો કદાચ ગુમ થયેલ બાળકને શોધવામાં પોલીસને સરળતા રહી હોત.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Dahod, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन