Home /News /madhya-gujarat /દાહોદના ડુંગરી ગામે તાંત્રિક કિશોરીની રહસ્યમય હત્યા, ચાર દિવસ બાદ તળાવમાંથી મૃતદેહ મળ્યો
દાહોદના ડુંગરી ગામે તાંત્રિક કિશોરીની રહસ્યમય હત્યા, ચાર દિવસ બાદ તળાવમાંથી મૃતદેહ મળ્યો
ફાઇલ તસવીર
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યારે ગામની તાંત્રિક કિશોરીનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે.
દાહોદઃ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં આવેલા તળાવમાં 15 વર્ષીય કિશોરીનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે પ્રાથમિક તપાસમાં કિશોરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી હતી.
કિશોરી તાંત્રિક વિધિનું કામ કરતી હતી
પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કિશોરી તાંત્રિક વિધિનું કામ કરતી હતી. ગામના જ એક તાંત્રિક કિશોરીને ક્યાંક સાથે લઈ ગયા હતા અને ત્યારબાદ તે ગુમ થઈ ગઈ હતી. ત્યારે આ ઘટનાના ચાર દિવસ બાદ કિશોરીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે આ મામલે શકમંદ તાંત્રિક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર