ભર ચોમાસે દાહોદના રહીશો મારી રહ્યા છે પાણી માટે વલખાં, લેવો પડે છે ટેન્કરનો સહારો


Updated: September 3, 2020, 1:13 PM IST
ભર ચોમાસે દાહોદના રહીશો મારી રહ્યા છે પાણી માટે વલખાં, લેવો પડે છે ટેન્કરનો સહારો
છેલ્લા 10 દિવસથી ગોદીરોડ વિસ્તારના રહીશો પાણી માટે વલખાં મારી  રહ્યા છે. 

છેલ્લા 10 દિવસથી ગોદીરોડ વિસ્તારના રહીશો પાણી માટે વલખાં મારી  રહ્યા છે. 

  • Share this:
સાબીર ભાભોર, દાહોદ : શહેરમાં (Dahod) કડાણા યોજનાના  સંપ ઉપર મોટરમાં ખામી સર્જાતા છેલ્લા 10 દિવસથી ગોદીરોડ વિસ્તારના રહીશો પાણી માટે વલખાં મારી  રહ્યા છે.  10 દિવસ સુધી પ્રશ્ન હલ (water problem) કરવામાં પાલિકા નિષ્ફળ  રહી છે.

એક તરફ રાજ્યભરમા સારા વરસાદને લઈને ખુશીની લહેર છે. દાહોદ શહેર એક તરફ સ્માર્ટ સિટી બની રહ્યું છે ત્યારે હાલ દાહોદના ગોદી રોડ વિસ્તારના રહીશો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. દાહોદ શહેરના કેટલાક વિસ્તારમાં કડાણા જળાશય અને બીજા અમુક વિસ્તારોમાં  પાટડુંગરી જળાશય એમ બે જળાશયમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે છેલ્લા એક અઠવાડીયાથી કડાણા જળાશયમાંથી આવતી લાઇનમાં મોટરો બંધ થઈ જતાં ગોદીરોડ વિસ્તારમાં  પાણી મળતું બંધ થઈ ગયું છે. જેને લઈને સ્થાનિકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. ભર ચોમાસે લોકો પૈસા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે.પાણીની સમસ્યાને કારણે નગરપાલિકા દ્રારા પાણીના ટેંકરો દ્રારા પાણી પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ અનેક વિસ્તારમાં ટેંકરો ઓછા પડતાં હોવાથી સમયસર દરેક વિસ્તારમાં પાણી નથી પહોચી રહ્યું. જેથી લોકોને સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવવા પડે છે. એક ટેન્કરના 400થી 600 રૂપિયા ખર્ચ કરી લોકો પાણી મેળવવા મજબૂર બન્યા છે.

આ પણ જુઓ - 
ત્યારે નગરપાલિકા દાવો કરી રહી છે કે, તમામ વિસ્તારમાં પાણી પહોચાડાય છે .પરંતુ નગરપાલિકાનો આ દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે. દરેક વિસ્તારમાં પાણી પહોચાડવામાં પાલિકા નિષ્ફળ જણાઈ રહી છે. ત્યારે હાલ તાત્કાલિક મોટરોનો પ્રોબ્લેમ સોલ્વ કરી રેગ્યુલર પાણી મળે તેવી  લોકો ની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો-  છોટાઉદેપુર : નસવાડીમાં શરમજનક ઘટના, મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર
Published by: Kaushal Pancholi
First published: September 3, 2020, 12:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading