Home /News /madhya-gujarat /દાહોદ : પત્ની સાથે આડાસંબંધની આશંકાએ પતિએ આધેડની કરી ઘાતકી હત્યા

દાહોદ : પત્ની સાથે આડાસંબંધની આશંકાએ પતિએ આધેડની કરી ઘાતકી હત્યા

પોતાની પત્ની સાથે આડા સબંધની આશંકાએ  આધેડને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીંને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ હતી.

પોતાની પત્ની સાથે આડા સબંધની આશંકાએ  આધેડને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીંને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ હતી.

    સાબીર ભાભોર, દાહોદ : દાહોદના રેલ્વે કારખાનામાં સાથી કર્મચારીએ પોતાની પત્ની સાથે આડા સબંધની આશંકાએ  આધેડને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીંને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે પોલીસ ગુનો નોંધીને પતિની ધરપકડ કરી લીધી છે.

    દાહોદના રેલ્વે કારખાનામાં આજે વહેલી સવારે સરબજીત યાદવ નોકરી ઉપર હતા. તે દરમિયાન અચાનક જ પપ્પુ ડાંગી નામના સાથી કર્મી એ તીક્ષ્ણ હથિયાર વડે સરબજીત ઉપર હુમલો કરી પેટના ભાગે ઘા ઝીક્યા હતા. જેથી આસપાસમાં રહેલા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.  સરબજીતને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેમનું સારવર દરમિયાન મોત નીપજયું હતું.

    ઘટનાની જાણ દાહોદ ટાઉન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હુમલો કરનાર પપ્પુ ડાંગીને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક સરબજીતને પપ્પુ ડાંગીની પત્ની સાથે આડા સબંધો હતા અને તેને લઈને બંને વચ્ચે અનેકવાર તકરાર થઈ હતી. આજ વાતથી ઉશ્કેરાઈને પપ્પુએ આજે રેલ્વે કારખાનામાં જ તેની હત્યા કરી દીધી હતી. પોલીસે હત્યાનો ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

    આ પણ જુઓ - 



    બે દિવસ પહેલા મહેસાણાના જોટાણા તાલુકાના એક ગામમાં માતા અને પ્રેમીનાં અનૈતિક સંબંધ જોઇ જતા પાંચ વર્ષનાં પુત્રની હત્યા કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. મેમદપુર ગામમાં માતાએ સાંજે 6 વાગ્યાની આસપાસ પોતાનો નાનકડો પાંચ વર્ષનો બાળક ખોવાયાનું નાટક કર્યું હતું. જે બાદ આખું ગામ આ બાળકની શોધખોળ કરી રહ્યું હતું. તે દરમિયાન એક વ્યક્તિ સમાચાર લાવ્યો હતો કે, કોઇ એક ગાડીમાં કેટલાક લોકો બાળકનું અપહરણ કરી ગયા છે. બીજીબાજુ સાંથલ પોલીસ પણ બાળકની તપાસમાં લાગી હતી. જેમાં રાતે 10 કલાકે, ગામથી થોડે દૂર ઝાડીઓમાંથી તેની લાશ મળી આવી હતી. આ કેસમાં પોલીસે માતા અને પ્રેમીની ધરપકડ કરી છે.

    આ પણ વાંચો - જામનગર : સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં ફરાર ચોથો આરોપી ઝડપાયો, મહિલા કોર્પોરેટરે માર્યુ ચપ્પલ
    First published: