Home /News /madhya-gujarat /દાહોદમાં યુવતીના વાળ કાપી મરાયો ઢોર માર, વીડિયો વાયરલ

દાહોદમાં યુવતીના વાળ કાપી મરાયો ઢોર માર, વીડિયો વાયરલ

હાલ સોશિયલ મીડિયા પર એક યુવતીને જાહેરમાં માર મારતો વીડિયો વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો દાહોદ જિલ્લાના એક ગામડાનો છે. વીડિયોમાં યુવતીને એક આધેડ વયની મહિલા અને અન્ય કેટલાક યુવકો માર મારી રહ્યાં છે અને તેના વાળ પણ કાપી રહ્યાં છે.

શું છે વીડિયોમાં ?

વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક યુવતીને બે-ત્રણ યુવકોએ પકડી રાખી છે, યુવતી રડી રડીને માફી માગી રહી છે, તો અત્યાચાર ગુજારી રહેલા યુવકોની સાથે એક આધેડ વયની મહિલા પણ નજર આવી રહી છે. આ મહિલા એક ચપ્પુ વડે યુવતીના વાળ કારી રહી છે. થોડીવામાં યુવતીના વાળ કાપી નાખવામાં આવે છે. ત્યારબાદ મહિલા હાથમાં લાકડી વડે યુવકીને માર મારી રહી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ કેમ અવાર નવાર બોલીવૂડ સેલેબ્સને મળી રહ્યાં છે PM મોદી?



યુવકને બેસાડ્યો યુવતી ઉપર

યુવતીને બે-ત્રણ યુવકોએ પકડી રાખી છે, તો એક શખ્સ મોબાઇલમાં વીડિયો ઉતારી રહ્યો છે, જે અન્ય યુવકને યુવતી ઉપર બેસી જવાનું કહે છે અને માર મારવાનું કહી રહ્યો છે.

વીડિયોમાં યુવતીને કેટલાક યુવકો સવાલો કરી રહ્યાં છે, જેના પરથી લાગી રહ્યું છે કે પ્રેમ પ્રકરણ હતું. જેમાં યુવતી કોઇ યુવક સાથે ભાગી ગઇ હતી અને અમદાવાદ રોકાઇ હોવાનું કહી રહી છે. જો કે યુવતીને ભગાડી લઇ જનાર યુવક યુવતીને છોડીને ભાગી ગયો, ગામ લોકો યુવતીને લઇને ઘરે આવ્યા અને અહીં તેને ઢોર માર મારવામાં આવ્યો.

સમગ્ર વીડિયો અંગે દાહોદ SPએ નિવેદન આપતાં જણાવ્યું કે જો વીડિયો સાચો હશે તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી બાજુ વીડિયો ક્યારનો અને ક્યાં ગામડાનો છે તે હાલ જાણી શકાયું નથી.
First published: