દાહોદઃ દેવગઢબારિયાના જામરણ ખાતેથી મોટા જથ્થમાં વિદેશી દારૂ ઝડપાવાના સમાચાર મળ્યા છે. પોલીસે મેક્સ ગાડીમાંથી રૂ. 2.98 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વાહનચાલાક વાહન મૂકી ફરાર થઈ ગયો છે.
મળતી વધુ વિગત મુજબ, હવે ગુજરાતમાં દારૂ ઝડપાવાનું સામાન્ય બની ગયું છે. લગભગ રોજ વિદેશી દારૂ ઝડપાવાના બનાવ મીડિયા- છાપાઓ, ચેનલોમાં મારફત આપણને જાણવા મળે છે. સૌથી વધુ વિદેશી દારૂ ઝડપાવાના બનાવો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બને છે. બાતમી મળ્યાને આધારે પોલીસે દેવગઢબારિયાના જામરણ ખાતેથી પસાર થઈ રહેલી મેક્સ ગાડીને અટકાવી તપાસ હાથ ધરી હતી. પોલીસ-તપાસમાં વિદેશી દારૂનો જથ્થો મળ્યો છે. સાગટાળા પોલીસે રૂ.2.98 લાખના વિદેશી દારૂ સાથે કુલ રૂ.5.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.
મેક્સનો વાહનચાલક આરોપી મોકો મળતાં ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો છે. પોલીસે મેક્સ ગાડી સાથે દારૂનો જથ્થો જપ્ત કરી આગળ વધુ તપાસ કરી રહી છે.
Published by:Sanjay Joshi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર