Home /News /madhya-gujarat /દાહોદ: દીકરીએ પ્રેમલગ્ન કર્યા તો, પિતાએ ખભા પર બેસાડી કર્યું અપહરણ

દાહોદ: દીકરીએ પ્રેમલગ્ન કર્યા તો, પિતાએ ખભા પર બેસાડી કર્યું અપહરણ

પિતાએ ખભા પર બેસાડી કર્યું અપહરણ

Dahod father kidnapped her daughter: દાહોદ વિસ્તારમાં એક ફિલ્મ જેવી ઘટના સામે આવી છે. ગરબાડા તાલુકા પંચાયતમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે. અહીં મહિલા મહિલા નેતાને TDO ઓફિસથી ઉઠાવી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

    દાહોદ: દાહોદ વિસ્તારમાં એક ફિલ્મ જેવી ઘટના સામે આવી છે. ગરબાડા તાલુકા પંચાયતમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે. અહીં મહિલા મહિલા નેતાને TDO ઓફિસથી ઉઠાવી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ મહિલાને ખભા પર બેસાડીને અપહરણ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે આવી ઘટના પ્રથમ દ્રષ્ટિએ ફિલ્મી જ લાગે છે, પરંતુ આ ચોંકવનારી ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે.

    દાહોદના ગરબાડા તાલુકા પંચાયતની આ ઘટના છે. તાલુક પંચાયતના મહિલા સભ્યએ આઠ મહિના પહેલા યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે મામલે મહિલાના પિતા TDO ઓફિસે આવ્યા હતા અને મહિલાને ખભે ઉંચકી લઈ ગયા હતા. સરકારી કચેરીથી મહિલા સભ્યને ઉંચકી લઈ ગયા હતા. TDOની ચેમ્બરમાંથી મહિલા સભ્યને ઉઠાવી ગયા હતા. તેઓ આ મહિલા સભ્યને ખભા પર ઉંચકી જીપમાં બેસાડી લઈ ગયા હતા. મહિલા નેતાનું સરકારી કચેરીમાંથી જ અપહરણ કરવામાં આવ્યું હતું.


    આ પણ વાંચો: ગુજરાતમાં દારૂબંધી અંગે હર્ષ સંઘવીનું નિવેદન: ગુજરાતમાંથી ક્યારેય દારુબંધી નહીં હટે

    ગરબાડા તાલુકા પંચાયત સર્જાયેલા ફિલ્મી દ્રશ્યોએ ભારે ચર્ચા જગાડી છે. પંચાયતની મહિલા સભ્યએ પ્રેમ લગ્ન કરતા માતા-પિતા TDOની ઓફિસમાંથી પોતાની દીકરીને ઉંચકીને લઈ ગયા હતા. મહિલા તાલુકા સભ્યના પિતા એ જ અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. પ્રેમ લગ્નથી નારાજ પિતા પોતાની દીકરીને તાલુકા પંચાયતમાંથી ઉંચકી લઈ ગયા હતા. તેઓ ટીડીઓની ચેમ્બરમાંથી મહિલાને ઉઠાવી લઈ ગયા હતા. તેઓ ઓફિસમાંથી મહિલાને ખભા પર બેસાડીને બહાર લઇ ગયા હતા. જ્યાંથી તેને બોલેરો કારમાં લઇ જવાયા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Dahod news, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन