દાહોદ : વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનામાં લાખો રૂપિયાનું કૌભાંડ

દાહોદ : વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનામાં લાખો રૂપિયાનું કૌભાંડ
દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન.

દાહોદ જિલ્લામાં PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બોગસ દસ્તાવેજોથી 23.82 લાખની ઉચાપત થતાં પોલીસ ફરિયાદ દાખલ.

 • Share this:
  સાબિર ભાભોર, દાહોદ : વડાપ્રધાન સન્માન નિધિ યોજના અંતર્ગત નોંધાયેલા ખેડૂતોના ખાતામાં બે-બે હજાર કરીને વર્ષમાં છ હજારની ચૂકવણી કરવામાં આવે છે છે. આ યોજનામાં દાહોદ જિલ્લામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લામાં કુલ અરજીની તપાસ થતાં અલગ અલગ તાલુકામાં 35,463 અરજી ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી માત્ર 2,729 જ ખેડૂત ખાતેદાર જણાયા હતા.

  એટલે કે 35,463 અરજીમાંથી 32,717 વ્યક્તિ ખાતેદાર નથી. એટલું જ નહીં જે લોકો ખાતેદાર નથી તેવા 1,191 વ્યક્તિને 2,000ના હપ્તા લેખે 23.82 લાખ રૂપિયાનું ચૂકવણું થયું હોવાનું માલૂમ પડ્યું છે. આ કૌભાંડ આચારનાર ભેજાબાજે બોગસ દસ્તાવેજોના આધારે સરકારી સહાયના નાણાની ઉચાપત કરી હોવાનું અધિકારીઓને ધ્યાને આવતા દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.  આ પણ વાંચો : ચુની ગજેરા તેની સ્કૂલમાં બાળકોને ક્રાંતિકારી નહીં, બંડખોર બનાવે છે : પીડિત શિક્ષિકા

  અત્યાર સુધી 35 હજાર જેટલી અરજીની ચકાસણી કરવામાં આવી છે. આ મામલે તપાસમાં પહેલા ચૂકવાયેલા હપ્તા તેમજ અન્ય અરજીની ચકાસણી કરવામાં આવશે ત્યારે આ મામલે બહુ મોટું કૌભાંડ સામે આવવાની શક્યતા છે. નોંધનીય છે કે આ યોજનાના અમલની જવાબદારી ખેતીવાડીના અધિકારીઓના શીરે હતી. આ માટે જિલ્લા કક્ષાએ યોજનાના અમલીકરણ, મોનીટરિંગ અને ફરિયાદ નિવારણ માટેની સમિતિમાં સભ્ય તરીકેની નિમણૂક કરાયેલી છે.

  યોજનાનો લાભ મળે તે માટે ડિજિટલ ગુજરાત પોર્ટલમાં ખેડૂત ખાતેદાર હોય તે ખેડૂતની અરજી ઓનલાઇન નોંધીને ગ્રામ્ય કક્ષાએથી તલાટીની મંજૂરી બાદ તેને ઓનલાઇન પોર્ટલ મારફતે ટીડીઓને મોકલી અપાતી હતી. જે બાદમાં આ યાદી ડીડીઓ અને ત્યાંથી આ અરજીઓની ખરાઈ કરીને તેમને ભારત સરકારને મોકલી આપવામાં આવતી હતી. જે બાદમાં નોંધાયેલા ખેડૂતોને વર્ષે છ હજારની સહાય ચૂકવવામાં આવતી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:September 02, 2020, 15:46 pm

  ટૉપ ન્યૂઝ