દાહોદ : મહિલાને નગ્ન કરી ચીર હરણ કરનાર વધુ 5 'કૌરવો' ઝડપાયા, Viral Videoથી સમાજ શર્મસાર

વીડિયો વાયરલ થયા બાદ પોલીસની કાર્યવાહી.

Dahod Dhanpur Khajur Woman Video : ધાનપુરના ખજૂરી ગામે મહિલાને નગ્ન કરનારા દુસાશન અને તેની કૌરવ સેના સામે આખરે પોલીસને લાલ આંખ, શરમજનક વીડિયોએ સમાજને શર્મશાર કર્યો

  • Share this:
    સાબીર ભાભોર, દાહોદ : દાહોદ જિલ્લા (Dahod district)ના એક ગામમાં માનવતાને શરમાવે તેવો વીડિયો (Video) સામે આવ્યો હતો. અહીં એક યુવતીને માર મારવામાં આવ્યો હતો. કેટલાંક લોકોએ એકઠા થઈને યુવતીને માર માર્યો હતો અને તેના ખભા પર એક યુવકને બેસાડીને ગામમાં પરેડ (Woman paraded in Khajuri village) કરાવી હતી. નરાધમો આટલેથી અટક્યા ન હતા. આ દરમિયાન નરાધમોએ યુવતીએ પહેરેલા કપડાં ફાડી નાખ્યા હતા. આવી હરકત બાદ યુવતી શરીર ઢાંકવા માટે આસપાસની મહિલાઓ તરફ દોડી હતી અને તેમની પાસેથી દુપટ્ટો લઈને શરીર ઢાંક્યું હતું. જોકે, નરાધમોએ એ કપડાં પણ ખેંચી લીધા હતા. આ મામલે આ મહિલાના ચીર હરણ કરનારી ગેંગના વધુ પાંચ નરાધમો ઝડપાયા છે. કુલ 19 લોકો સામે રહી રહીને કાયદાઓ લાલ આંખ કરી છે.

    શું હતો મામલો

    હોદના ધાનપુરના ખજૂરી ગામ ખાતે યુવતી પર અત્યાચારનો વીડિયો સામે આવ્યો હતો. આ વાયરલ વીડિયો મામલે પોલીસે 19 લોકો સામે ફરિયાદ નોંધી હતી. આ પૈકી અગાઉ 14 દુસાશનોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે હવે બાકીની કૌરવ સેનાના 5સ શખ્સો ઝડપાઈ જતા તમામ 19 આરોપીની ધરપકડ થઈ છે.

    આ પણ વાંચો : સુરત : બે સગા ભાઈઓએ ચાર મહિનામાં આપઘાત કર્યો, પરિવારે બીજો દીકરો પણ ગુમાવતા કરૂણાંતિકા

    અહીંયા પીડિત યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાના મામલે તેની સાથે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ અંગે જે વીડિયો સામે આવ્યો છે તે ખરેખર ધ્રુણા જન્માવે તેવો છે.

    યુવતીને ગામમાં પરેડ કરાવી

    દાહોદ પોલીસે અગાઉ પકડેલા આરોપીઓની ફાઇલ તસવીર આ દુસાશનોએ એક મહિલાને જાહેરમાં નગ્ન કરી અને તેના તમાશામાં સહભાગી થયા


    સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક યુવકો ગામની યુવતી પર અત્યાચાર કરી રહ્યા છે. આ દરમિયાન એક યુવક યુવતીના ખભા પર બેસી જાય છે. યુવતીને આવી જ હાલતમાં ગામમાં પરેડ કરાવવામાં આવી હતી. યુવકનો ભાર સહન ન કરી શકતા યુવતી અનેક વખત નીચે બેસી જાય છે. જોકે, નરાધમો તેણીને ફરીથી ઊભા થઈને પરેડ કરવાની ફરજ પાડે છે.



    યુવતીના કપડાં ફાડી નાખ્યા

    વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક બળજબરીથી યુવતીના કમરથી નીચેના કપડાં ફાડી નાખે છે. જે બાદમાં યુવતી નિર્વસ્ત્ર હાલતમાં શરીર ઢાંકવી માટે દોડા દોડી કરે છે. આ દરમિયાન બે-ત્રણ મહિલા યુવતીને શરીર ઢાંકવા માટે દુપટ્ટો આપે છે. જોકે, નરાધમો આ દુપટ્ટો પણ ખેંચી કાઢે છે.

    આ પણ વાંચો : વડોદરા : હાર્ટ એટેકનો Live Video,બિલ્ડર દર્શન કરતા કરતા ઢળી પડ્યા, મંદિરમાં જ થયું મોત

    લોકોને આક્ષેપ હતો કે યુવતીને કોઈ પુરુષ સાથે પ્રેમ સંબંધ છે. આ ઉપરાંત યુવતી આ યુવક સાથે ભાગી ગઈ હતી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આદિવાસી વિસ્તારમાં જ્યારે કોઈ યુવતી પ્રેમી સાથે ભાગી જાય છે ત્યારે તેને ગામના લોકો જ સજા આપતા હોય છે. ભૂતકાળમાં પણ આવે અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. પ્રેમ કરવાની તાલિબાની સજા મામલે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.
    Published by:Jay Mishra
    First published: