સાબીર ભાભોર, દાહોદ: જમ્મુ-કાશ્મીરનાં પુલાવામા ખાતે ગુરૂવારે આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થવાની જઘન્ય ઘટનાનાં રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા છે. જ્યારે આ હુમલો થયો ત્યારે પુલવામાં દાહોદનાં નવાગામનાં વતની પર્વતભાઇ મોરી ત્યાં ફરજ બજાવતા હતાં. દાહોદમાં રહેતા પરિવારને જ્યારે આ આતંકી હુમલાનાં સમાચાર મળ્યાં ત્યારે તેઓને પણ ધ્રાસકો પડ્યો હતો કે પોતાનો પુત્ર સલામત છે કે નહી. તે લોકોએ પોતાનાં પુત્ર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો. જેથી તેઓ ઘણી જ તકલીફમાં હતાં. બાદમાં રાતે તેમના પુત્રનો ફોન આવી ગયો હતો. જેથી પરિવારની જાનમાં જાન આવી હતી.
દાહોદનાં નવાગામના વતની પર્વતભાઈ મોરી છેલ્લા પાંચ વર્ષથી CRPFમાં ફરજ બજાવી રહ્યા છે. ગુરૂવારે મોડીરાતે પર્વતભાઈએ ફોન કરીને ઘરે વાત કરીને જણાવ્યું હતું કે, હુમલાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોચી ગયા હતા. તેઓ મોબાઈલ ભૂલી ગયા હતા પરંતુ તે સહિસલામત છે. પુત્ર સહી સલામત હોવાનું જાણી પરિવારજનો એ હાશ અનુભવી હતી.
CRPF જનાનનાં પિતા
અમારી ટીમે દાહોદમાં પર્વતભાઇનાં પિતા સેવાભાઇ મોરી સાથે વાત કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, 'મને મારા પુત્ર પર ગર્વ છે કે તે દેશની સેવા કરે છે. આતંકીઓએ કરેલા આ જઘન્ય અપરાધનો તેમને જડબાતોડ જવાબ આપવો જોઇએ. શહીદ જવાનોનાં પરિવારને ભગવાન શક્તિ આપે તેવી જ પ્રાર્થના છે. '
સેવાભાઇ પરિવાર સાથે
દાહોદનાં પરવતભાઈ છેલ્લા પાંચ વર્ષથી CRPFમાં ફરજ બજાવે છે. તેમને બે પુત્રો છે. તેમાંથી એક અઢી વર્ષનો અને બીજો અઢી મહિનાનો છે. જ્યારે તેમના બીજા પુત્રનો જન્મ થયો ત્યારે જ તેઓ એક મહિનાની રજા મુકીને ઘરે રોકાવવા આવ્યાં હતા.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર