દાહોદ: ગાંજાનાં ખેતર ઝડપાયા, 9.40 લાખની કિંમતનો 540 નંગ ગાંજાનાં લીલા છોડ સાથે એકની ધરપકડ

ગાંજાનાં ખેતર ઝડપાયા

જિલ્લામાં ખેડૂતો ખેતીની સાથે ગાંજાની ખેતી કરતાં હોવાની બાતમીનાં આધારે દાહોદ પોલીસની એસ.ઓ.જી, એલ.સી.બી સહિતની ટીમો સક્રિય બની નશીલા પદાર્થો સહિત ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર વોચ રાખી રહી છે ત્યારે અઠવાડીયા પહેલા જ દાહોદ એસઓજીની ટીમે સિંગવડનાં હાંડી ખાતેથી ગાજાનાં ત્રણ ખેતર ઝડપી લઈ 2.74 કરોડની કિમતનાં ગાંજાનાં લીલા છોડ ઝડપી લીધા બાદ ફરીથી લીમખેડાનાં કુણધા ખાતેથી ગાંજાનું ખેતર મળી આવતા પોલીસે 9.40 લાખનાં જથ્થા સાથે એકની ધરપકડ કરી છે 

 • Share this:
  સાબીર ભાભોર, દાહોદ: દાહોદ એસ.ઓ.જી એ બાતમીનાં આધારે ગાંજાનાં ખેતર ઝડપી લઈ 9.40 લાખની કિમતનાં 540 નગ ગાંજાનાં લીલા છોડ સાથે એક ઈસમની ધરપકડ કરી હતી. દાહોદ જિલ્લા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલ જિલ્લો છે જેને પગલે ગુજરાતમાં દારૂ મોટાપાયે ઘુસાડવામાં આવતો હોય છે પ્લીસ દ્રારા અનેક વખત દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે ત્યારે થોડા સમયથી જિલ્લામાં નશીલો પદાર્થ એવો ગાંજાની ખેતી વિપુલ પ્રમાણમાં થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે

  જિલ્લામાં ખેડૂતો ખેતીની સાથે ગાંજાની ખેતી કરતાં હોવાની બાતમીનાં આધારે દાહોદ પોલીસની એસ.ઓ.જી, એલ.સી.બી સહિતની ટીમો સક્રિય બની નશીલા પદાર્થો સહિત ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર વોચ રાખી રહી છે ત્યારે અઠવાડીયા પહેલા જ દાહોદ એસઓજીની ટીમે સિંગવડનાં હાંડી ખાતેથી ગાજાનાં ત્રણ ખેતર ઝડપી લઈ 2.74 કરોડની કિમતનાં ગાંજાનાં લીલા છોડ ઝડપી લીધા બાદ ફરીથી લીમખેડાનાં કુણધા ખાતેથી ગાંજાનું ખેતર મળી આવતા પોલીસે 9.40 લાખનાં જથ્થા સાથે એકની ધરપકડ કરી છે.  દાહોદ એસ.ઓ.જીને બાતમી મળતા પોલીસની ટીમે લીમખેડા તાલુકાનાં કુણધા ખાતે દરોડો પાડી તપાસ હાથ ધરતા સુથાર ફળિયા માં રહેતા છ્ત્રસિંહ ચૌહાણ ના ખેતર માં ગાંજા નું વાવેતર મળી આવ્યું હતું પોલીસે ખેતર માથી ગાંજા નો છોડ ઉપાડી 540 નંગ લીલા છોડનું વજન કરતાં 94 કિલો થયું હતું.  જેની કુલ કિમત 9.40 લાખ રૂપિયા થાય છે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી છત્રસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોધી ધરપકડ કરી ગાંજાનું બિયારણ કયાથી આવ્યું અને ગાંજાનું વેચાણ ક્યાં થતું હતું તે દિશા માં પોલીસે તપાસ હાથ ધરી છે.
  Published by:Margi Pandya
  First published: