દાહોદઃ કતવારાના ઇટાવા ચોકડી પાસેથી રૂ.1.72 લાખના દારૂ સાથે બૂટલેગર ઝડપાયો

Sanjay Joshi
Updated: May 23, 2018, 5:43 PM IST
દાહોદઃ કતવારાના ઇટાવા ચોકડી પાસેથી રૂ.1.72 લાખના દારૂ સાથે બૂટલેગર ઝડપાયો
Sanjay Joshi
Updated: May 23, 2018, 5:43 PM IST
દાહોદઃ કતવારાના ઇટાવા ચોકડી પાસેથી રૂ.1.72 લાખનો દારૂ ઝડપાવાના સમાચાર મળ્યા છે. કતવારા પોલીસે પિકઅપ ગાડી સહિત રૂ. 4.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમ જ એક બૂટલેગરની અટકાયત કરી છે.

મળતી વધુ માહિતી મુજબ, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કહેવા માટે છે. ઘડી ઘડી ક્યાંય ને ક્યાંય દારૂ પકડાવાના બનાવો બનતા હોય છે. છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાંથી રૂ. એક કરોડથી વધુનો વિદેશી દારૂ પકડાયો છે. આ દારૂ ક્યાંક આર્મીનાં સાધનોની આડમાં તો ક્યાંક મિનરલ વોટરની આડમાં તો ક્યાંક લસણની ગૂણીની આડમાં તો ક્યાંક માર્કેટ યાર્ડના ગોડાઉનમાંથી પકડાવાના બનાવો બન્યા છે. આજે મળેલી બાતમીને આધારે પોલીસે દાહોદના કતવારાના ઇટાવા ચોકડી પાસે વોચ પિકઅપ ગાડી અટકાવી તપાસ હાથ ધરી હતી. પોલીસ-તપાસમાં રૂ.1.72 લાખનો દારૂ મળ્યો હતો.

પોલીસે પિકઅપ ગાડી સહિત રૂ. 4.22 લાખનો મદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે અટકાયત કરાયેલા બૂટલેગર સામે ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે. જો કાયદાનો યોગ્ય અમલ થાય તો જ ગુજરાતમાં દારૂ આવતો બંધ થશે.
First published: May 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर