Home /News /madhya-gujarat /દાહોદ: ભાજપનાં જસવંત ભાંભોરની જીત

દાહોદ: ભાજપનાં જસવંત ભાંભોરની જીત

દાહોદની જનતાએ તેમની પસંદગીનો કળશ ભાજપનાં જશવંતસિંહ ભાભોર પર ઢોળ્યો છે

દાહોદની જનતાએ તેમની પસંદગીનો કળશ ભાજપનાં જશવંતસિંહ ભાભોર પર ઢોળ્યો છે

ન્યૂઝ18 ગુજરાતી: દાહોદ મતગણતરી શરૂ થઇ ગઇ છે અને આ સાથે જ શરૂઆતી વલણ પ્રમાણે કોંગ્રેસનાં બાબુ કટારા આગળ ચાલી રહ્યાં હતા. જોકે હાલમાં ચિત્ર બદલાઇ ગયુ છે હાલમાં ભાજપનાં જસવંત ભાંભોર 19 હજાર વોટથી આગળ ચાલી રહ્યાં હતા જે બાદ હવે તેમની જીત નોંધાઇ છે.

આદિવાસી બેઠક ગણાતી દાહોદની સિટ પર ભાજપનાં વર્તમાન સાંસદ જસવંતિસંહ ભાભોરની સામે કોંગ્રેસે બાબુ કટારાને મેદાને ઉતાર્યા છે. આ બેઠક આદિવાસી માટે અનામત છે. દાહોદ લોકસભા બેઠકમાં કુલ ૭ વિધાનસભા  સમાવિષ્ટ છે. દાહોદ, ગરબાડા, ઝાલોદ વિધાનસભા પર કોંગ્રેસનો પંજો અને ફતેપુરા,લીમખેડા, દેવગઢ બારીઆ વિધાનસભા ક્ષેત્ર પર ભાજપાનું શાસન છે

દાહોદ જિલ્લા પંચાયતમાં છેલ્લા ૧૦ વર્ષથી ભાજપાનું શાસન હતું પરંતુ ગત અઢી વર્ષ સુધી કોંગ્રેસ સત્તામાં રહી અને હાલ ફરી જિલ્લા પંચાયત ભાજપના કબજામાં છે. દાહોદ, દેવગઢ બારીઆ અને ઝાલોદ એમ ત્રણ નગરપાલિકાઓ જેમાં
દાહોદ અને દેવગઢ બારીયા નગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે જ્યારે અને ઝાલોદ નગરપાલિકા પર હાલ કોંગ્રેસનું શાસન હતું પરંતું ગત અડધી ટર્મ તે પણ ભાજપના કબજામાં છે. ૧૯૫૭થી અસ્તિવમાં આવેલી દાહોદ લોકસભા
બેઠકમાં અત્યાર સુધી ૧૬ વાર સામાન્ય ચૂંટણીઓ યોજાઈ છે. જે પૈકી ૧૧ વખત કોંગ્રેસ વિજયી નિવડી છે. ૨ વખત સ્વતંત્ર પાર્ટી વિજયી નિવડી છે. ૩ વખત ભારતીય જનતાપાર્ટી વિજયી નિવડી છે

વર્તમાન સાંસદનું કાર્ડ
વર્તમાન સાંસદ જસંવતસિંહ ભાભોર તેમના મત વિસ્તારમાં સક્રિય છે. જિલ્લા -તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં નિયમિત હાજરી આપે છે તેમણે મત વિસ્તારમાં ચેક ડેમો અને દાહોદને સ્માર્ટસિટિ બનાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે.  પી.આર.એસ લેજિસ્લેટીવ રિસર્ચનાં આંકડાઓ મુજબ, ભાભોરે સંસદમાં 90 ટકા હાજરી આપી છે. 11 ડિબેટમાં ભાગ લીધો છે. 138 પ્રશ્નો પુછ્યા છે.



કોની-કોની વચ્ચે છે જંગ ?
ભાજપનાં વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોરની સામે કોંગ્રેસનાં બાબુભાઇ કટારા વચ્ચે જંગ છે. બાબુ કટારા મૂળ ભાજપમાં જ હતા પણ થોડા વર્ષો પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા અને આ જ બેઠક પરથી કોંગ્રેસનાં સાંસદ તરીકે ચૂંટાયા
પણ હતા. ભાજપને તેનું સંગઠન બળ અને વર્તમાન સાંસદનું કામ મદદ કરશે. કોંગ્રેસ માટે તેના પરંપરાગત મતો અને સ્થાનિ પ્રશ્નો, મનરેગો જેવા મુદ્દાઓ મદદરૂપ થઇ શકે. બંને ઉમેદવારો માટે ખરાખરીનો ખેલ છે.

ઉમેદવારની મિલકત અને ભણતર
ભજપ-કોંગ્રેસનાં બંને ઉમેદવારનાં ભણતર અને મિલકત અંગે વાત કરીએ તો. ભાજપનાં જસવંત સિંહ ભાભોર BA Bed પાસ છે અને તેમની પાસે 1.23 કરોડની સંપત્તિ છે. જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર બાબુ કટારા B.Com પાસ છે
અને તેમની પાસે 3.50 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

અનુમાન-
આ બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે મહત્વની છે. કારણ કે આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાં ઉમેદવાર આ બેઠક પર પોતાનો પરચમ લહેરાવવાં સક્ષમ છે.
First published:

Tags: Bjp gujarat, Congress Gujarat, Lok sabha election 2019, Loss, Madhya Gujarat, Verdict2019WithNews18, Win