Home /News /madhya-gujarat /Gujarat assembly election 2022: દાહોદ બેઠક ગુજરાત વિધાનસભા ચૂંટણી, અહીં વાગે છે આદિવાસી સમાજનો ડંકો
Gujarat assembly election 2022: દાહોદ બેઠક ગુજરાત વિધાનસભા ચૂંટણી, અહીં વાગે છે આદિવાસી સમાજનો ડંકો
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) : દાહોદ વિધાનસભા બેઠક (dahod assembly constituency) અહીં વાગે છે આદિવાસી સમાજની ધાક, ચૂંટણીમાં (Gujarat Election) આ બેઠક પર આ સમાજનો વાગે છે ડંકો, જાણો શું છે ખાસ
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) : દાહોદ વિધાનસભા બેઠક (dahod assembly constituency) અહીં વાગે છે આદિવાસી સમાજની ધાક, ચૂંટણીમાં (Gujarat Election) આ બેઠક પર આ સમાજનો વાગે છે ડંકો, જાણો શું છે ખાસ
દાહોદ વિધાનસભા બેઠક : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) ની વાત કરીએ તો આદિવાસી સમાજનું મોટું મહત્વ છે. જેમાં પણ આદિવાસી પ્રભુત્વ ધરાવતી દાહોદ બેઠક (Dahod Constituency) હોટ માનવામાં આવે છે. કોંગ્રેસના હાથમાં રહેલી આ બેઠક પર કમળ ખીલવવા ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. આદિવાસી સમાજને રીઝવવા માટે વિકાસની હારમાળાઓ શરૂ દેવાઇ છે, જેને પગલે આ બેઠક પર ચૂંટણી 2022 (Election 2022) જંગ રસાકસીનો બને એવા એંધાણ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2002) નજીક આવતાં જ રાજકારણ ગરમાયુ છે. ગુજરાતની ચૂંટણી (Gujarat election) પર સમગ્ર દેશની નજર છે. ભાજપ - કોંગ્રેસ વચ્ચે કશ્મકશનો માહોલ છે. અલબત્ત અમુક બેઠકો એવી છે જ્યાં આ બંને મોટા પક્ષો ઉપરાંત અન્ય પક્ષો પણ વર્ચસ્વ ધરાવે છે. દાહોદ વિધાનસભા બેઠક (Dahod assembly constituency) પણ કંઇક અંશે આવી જ છે. આ ST અનામત બેઠક છે. જ્યાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) પણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે એમ છે.
દાહોદ વિધાનસભા બેઠક વિસ્તાર
દાહોદ વિધાનસભા બેઠક દાહોદ જિલ્લા અને દાહોદ લોકસભા બેઠક હેઠળ આવે છે. દાહોદ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાં સંતરામપુર, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢબારીયાનો સમાવેશ થાય છે.
દાહોદ વિધાનસભા મત વિસ્તારમાં સ્માર્ટ સિટી દાહોદ અને દાહોદ અને ગરબાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિવિધ ગામોનો સમાવેશ થઇ રહ્યો છે. તેમજ ચોસલા, ખરોડા, છયાન, ભાથીવાડા, સાકરદા, ખરોડ, રેન્ટિયા, ખોડવા, જેકોટ, રામપુરા, બોરવાણી, ખજુરી, છાપરી, ઉસરવાન, ડેલસર, રાજપુર, ખરેડી, રાનાપુર બુજાર્ગ, રાણાપુર ખુર્દ, નવાગામ, રાવલી ખેડા, સહિતના ગામનો સમાવેશ થાય છે.
દાહોદના મતદારો પર એક નજર
2011ની વસતી ગણતરીના અંદાજ મુજબ આ પંથકમાં કુલ 351289ની વસ્તી છે. જેમાંથી 62.85 ટકા વસ્તી ગ્રામીણ છે અને 37.15 ટકા શહેરમાં રહે છે. આ બેઠક પર આદિવાસી સમુદાયની પકડ મજબૂત છે.
MEHSANA ASSEMBLY ELECTION GUJARAT ASSEMBLY ELECTION 2022 RESULT
અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર કુલ વસ્તીમાંથી અનુક્રમે 2.68 અને 70.3 છે. 2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 244614 મતદાર છે અને 270 મતદાન મથકો છે.
અહીં ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં 67.59 ટકા મતદાન થયું હતું, જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 65.07 ટકા મતદાન થયું હતું. ભાજપ અને કોંગ્રેસને 2017માં અનુક્રમે 42.03 ટકા અને 52.16 ટકા મત મળ્યા હતા
જ્યારે 2019માં અનુક્રમે 47.37 ટકા અને 48 ટકા મત મળ્યા હતા. ભાજપના જશવંતસિંહ સુમનભાઈ ભાભોર દાહોદ (ST)ના વર્તમાન લોકસભાના સાંસદ છે અને કોંગ્રેસના પનાડા વજેસિંગભાઈ પારસિંગભાઈ દાહોદ (એસટી) વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય છે.
એક નજર દાહોદ ચૂંટણી પર
દાહોદ વિધાનસભા બેઠક પર વર્ષ 1962થી અત્યાર સુધીમાં 13 વખત ચૂંટણી યોજાઈ ચૂકી છે. જેમાંથી ભારતીય જનતા પાર્ટી ત્રણ વખત આ બેઠક જીતવામાં સફળ રહી છે. મોટાભાગે આ બેઠક પર કોંગ્રેસનું શાસન ચાલ્યું આવે છે.
2012 વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા વજેસિંહભાઈ પારસીગભાઈ પણદાને ઉમેદવાર બનાવાયા હતા. આ વિસ્તારમાં તેમની પકડ મજબૂત છે. તે ચૂંટણીમાં ભાજપે પલાસ નગરસિંહને ટિકિટ આપી હતી. વજેસિંગભાઈને 73956 મત અને નગરસિંહને 34408 મત મળ્યા હતા.
આ ચૂંટણીમાં વજેસિંગભાઈનો ઊંચી સરસાઈથી વિજય થતા ગત 2017ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે વજેસિંગભાઈ પણદાને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે કિશોરી કનૈયાલાલને મેદાનમાં ઉતાર્યા હતા. તે સમયે કોંગ્રેસના ઉમેદવાર વજેસિંગભાઈને 79850 મત મળ્યા હતા જ્યારે ભાજપના કનૈયાલાલને 64347 મત મળ્યા હતા.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
વજેસિંગભાઈ પણદા
કોંગ્રેસ
2012
વજેસિંગભાઈ પણદા
કોંગ્રેસ
2007
વજેસિંગભાઈ પણદા
કોંગ્રેસ
2002
ડામોર તેરસીભાઈ
ભાજપ
1998
લલીતકુમાર પટેલ
કોંગ્રેસ
1995
ડામોર તેરસીભાઈ
ભાજપ
1990
ડામોર તેરસીભાઈ
ભાજપ
1985
લલીતકુમાર પટેલ
કોંગ્રેસ
1980
લલીતકુમાર પટેલ
કોંગ્રેસ (આઈ)
1975
લલીતકુમાર પટેલ
કોંગ્રેસ
1972
હસુમતી ગૂંદીયર
કોંગ્રેસ
1967
જે કે સોલંકી
કોંગ્રેસ
1962
હીરાબેન નિમમ
કોંગ્રેસ
સ્થાનિક સ્વરાજમાં ભાજપનો દબદબો
દાહોદમાં મતદારોનો મિજાજ કંઇક અનોખો જ જોવા મળે છે. અહીં ઉપર અને નીચે અલગ અલગ પક્ષનો દબદબો જોવા મળી રહ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું પ્રભુત્વ છે. જિલ્લા પંચાયતમાં ભાજપે ઘણા વર્ષો શાસન કર્યું છે. થોડા સમય માટે કોંગ્રેસને સુકાન મળ્યું હતું પણ ફરીથી પંચાયત ભાજપની પાસે છે. આ ઉપરાંત દાહોદ, દેવગઢ બારીઆ અને ઝાલોદ એમ ત્રણ નગરપાલિકાઓમાં ભાજપનું શાસન છે. ઝાલોદ નગરપાલિકા પર થોડા સમય માટે કોંગ્રેસનું શાસન હતું પરંતું પણ હવે ભાજપના કબજામાં છે.
ભાજપ કોંગ્રેસ સીધા જંગમાં નવો ફણગો!
સામાન્ય રીતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જ જોવા મળ્યો છે. પરંતુ સમયની સાથે હવે આમ આદમી પાર્ટી સહિતની અન્ય કેટલીક રાજકીય પાર્ટીઓ પણ મેદાનમાં ઉતરતાં હવે ભાજપ કોંગ્રેસના સીધા જંગમાં નવો ફણગો દેખાઇ રહ્યો છે.
રાજ્યમાં વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ જ હોય છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ જોર લગાવી રહી છે. બીજી તરફ દાહોદ વિધાનસભા બેઠક પર ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી સહિતના કેટલાક પક્ષો પણ મજબૂત સ્થિતિમાં છે.
ભારતીય ટ્રાઇબલ પાર્ટીની પણ આદિવાસી સમુદાય પર મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે. બીટીપી છેલ્લા ઘણા સમયથી આદિવાસીઓને તેમના જળ, જંગલ અને જમીનના અધિકારો મેળવવા માટે આંદોલન કરી રહી છે.
રાજ્યના રાજકારણમાં દસ્તક દેતી આમ આદમી પાર્ટીની નજર પણ આદિવાસી મતો પર છે. AAP-BTP વચ્ચે ગઠબંધનની કવાયત પણ ચાલી રહી છે. ત્યારે તેઓનો સક્રિય પ્રચાર મુખ્ય પક્ષોના મત કપાવી શકે છે.
આદિવાસી વોટબેંક જીતની ચાવી
દાહોદ બેઠક પર આદિવાસી વોટ બેંકનું ભારે પ્રભુત્વ છે. જે પાર્ટી આ વોટ બેંકને પોતાની તરફે કરી શકે એ જીતના સિકંદર બની શકે એમ છે. જિલ્લામાં 75 ટકા આદિવાસી સમાજની વસ્તી છે. જેમાં મહત્તમ ભીલ અને ત્યારબાદ પટેલીયા સમુદાયના આદિવાસી પ્રજા વસવાટ કરી રહી છે.
27 બેઠકો પર આદિવાસીનું પ્રભુત્વ
રાજ્યની કેટલીક અન્ય બેઠકો પર પાટીદાર પાવર છે એમ ગુજરાતનો 15 ટકા આદિવાસી સમાજ 27 વિધાનસભા બેઠકો પોતે જીતવાની કે બીજાને જીતાડવાની શક્તિ ધરાવે છે. આદિવાસી મતદારો ભાજપ કરતાં કોંગ્રેસની વધુ પરંપરાગત વોટબેંક માનવામાં આવે છે, જેને ભાજપ પોતાની બાજુમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે.
ભાજપનો આદિવાસી પ્રેમ
આગામી વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ બેઠકોના લક્ષ્યને હાંસલ કરવા માટે ભાજપની નજર રાજ્યની ST-SC વોટબેંક પર છે. આને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 એપ્રિલે દાહોદમાં આદિવાસીઓને સંબોધિત કર્યા હતા. મોદીએ 22 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું.
અહીં નોંધનીય છે કે, 2002માં રાજ્યમાં કોમી રમખાણો થયા પરંતુ આદિવાસી મતોનું ધ્રુવીકરણ થઈ શક્યું નહીં. તેથી જ આ વખતે ભાજપ આદિવાસી મતોને પોતાની સાથે જોડવાના અભિયાનમાં લાગેલા છે.
વાવ વિધાનસભા બેઠક ગુજરાત ચૂંટણી 2022 પરિણામ
બીજી તરફ કોંગ્રેસ પણ વોટબેંક હાથમાંથી ન નીકળે તેવા પ્રયાસ કરે છે. થોડા મહિના પહેલા જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કર્યું હતું. આદિવાસીઓના અનેક સળગતા મુદ્દાઓ અંગે તેઓ બોલ્યા હતા. મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની આ સૌ પ્રથમ જાહેરસભા હતી.
દાહોદની જનતાની સમસ્યાઓ
પ્રાકૃતિક અને કુદરતી સંપત્તિથી સમૃધ્ધ એવા દાહોદ પંથકમાં પ્રાથમિક જરૂરીયાતોથી લઇને વિકાસની ઘણી બધી બાબતોનો અભાવ હોવાની રાવ છે. ખેડૂતો અહીં સિંચાઇની પુરતી સુવિધાઓ ઉભી થાય એવું ઇચ્છી રહ્યા છે. સાથોસાથ યુવાનો માટે રોજગારીનો મોટો સવાલ છે. શિક્ષણ ક્ષેત્રે પણ ઘણી અસુવિધાઓ હોવાની ફરિયાદ છે. અહીં સરકારી મેડિકલ કોલેજની પણ માંગ ઉઠી રહી છે.
ચૂંટણી 2022 માં કોણ મારશે બાજી
દાહોદ બેઠક પર સામાન્ય રીતે કોંગ્રેસનો દબદબો રહ્યો છે. અહીં અત્યાર સુધીના ઇતિહાસની વાત કરીએ તો વિધાનસભામાં કોંગ્રેસ વધુ વખત જીત્યું છે જ્યારે ભાજપને માત્ર ત્રણ વખત જ જીત મળી છે. ભાજપ જીત માટે તો કોંગ્રેસ પોતાની સીટ બચાવવા પ્રયાસ કરી રહ્યું છે એવામાં આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષો પણ પોતાની તાકાત બતાવવા જઇ રહ્યા છે. આ સંજોગોમાં આ બેઠક પર આદિવાસી મતદારોને જે રિઝવી શકશે એ જ બાજી મારી શકે એમ છે.