Home /News /madhya-gujarat /દાહોદ: અકસ્માતમાં ચમત્કારિક બચાવના બે બનાવ, પીડિતોએ સાક્ષાત યમરાજને જોયા!

દાહોદ: અકસ્માતમાં ચમત્કારિક બચાવના બે બનાવ, પીડિતોએ સાક્ષાત યમરાજને જોયા!

અકસ્માતના બનાવો સીસીટીવીમાં કેદ.

Dahod accident cctv footage: એક બનાવ ઓવરટેક (Overtake) કરવાની લ્હાયમાં થયો હતો. જ્યારે બીજો અકસ્માત રોડ (Gujarat road accident) પર પડેલા ખાડાઓને પગલે થયો હતો. બંને અકસ્માતમાં પીડિતો બાઇક પર સવાર હતા.

દાહોદ: દાહોદ જિલ્લા (Dahod district) અકસ્માતના બે બનાવ સામે આવ્યા છે. આ કોઈ સામાન્ય અકસ્માત ન હતા! આ બંને અકસ્માતમાંથી પ્રથમ અકસ્માતમાં એક યુવક અને બીજા અકસ્માતમાં એક પરિવારનો ચમત્કારિક બચાવ થયો છે. આ બંને બનાવ કેમેરામાં કેદ થઈ ગયા છે. આ અકસ્માતોના દ્રશ્યો જોઈને એવું લાગે કે પીડિતોએ સાક્ષાત મોતને નજીકથી જોયું હશે. જેમાંથી એક બનાવ ઓવરટેક (Overtake) કરવાની લ્હાયમાં થયો હતો. જ્યારે બીજો અકસ્માત રોડ (Gujarat road accident) પર પડેલા ખાડાઓને પગલે થયો હતો. બંને અકસ્માતમાં પીડિતો બાઇક પર સવાર હતા.

બનાવ-1: યુવક ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાયા

દોહોદમાં અકસ્માતના વિચલિત કરતા વીડિયો ફૂટેજ (Dahod accident video footage) સામે આવ્યા છે. જેમાં પરિવાર સાથે બાઇક પર જઈ રહેલા એક આધેડના માથા પર ટ્રેક્ટરની ટ્રોલી ફરી વળી હતી. રસ્તા પર પડેલા ખાડાને કારણે આધેડે બેલેન્સ ગુમાવ્યું હતું અને બાઇક પરથી નીચે પટકાયા હતા. બાઇકમાં પાછળની સીટ પર એક મહિલા અને બાળક હતા. તમામ લોકો નીચે પટકાયા હતા. આ દરમિયાન બાજુમાંથી પસાર થઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીનું વ્હીલ યુવકના માથા પરથી પસાર થઈ ગયું હતું. જોકે, ટ્રેલર આગળ ગયા બાદ આધેડ હેમખેમ ઊભા થયા હતા. એટલે કે તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે આધેડે હેલ્મેટ પહેરી રાખ્યું હતું. બાઇક જ્યારે નીચે પડ્યું ત્યારે ચાલક સીધો ટ્રેક્ટરની ટ્રોલી નીચે જતો રહ્યો હતો. જ્યારે પાછળ બેઠેલી મહિલા અને બાળક ટ્રોલીથી સહેજ દૂર રહ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટ: કાર સાથે પાણીમાં તણાયેલા જાણીતા ઉદ્યોગપતિની લાશ મળી આવી, રવિવારે મિત્રો સાથે કરી હતી વિઘ્નહર્તાની પૂજા

આ અંગે સામે આવેલા વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે આધેડ બાઇક લઈને જઈ રહ્યા છે. આ દરમિયાન સામેથી આવી રહેલા ટ્રેક્ટરને જોઈને તે પોતાનું બાઇક રોડના ડાબી બાજુના કિનારા તરફ લે છે, જ્યાં વરસાદી પાણી ભરાયેલું હોય છે. બાઇક રોડના કિનારે લેતા જ આગળનું વ્હીલ ખાડામાં ખાબકે છે અને બાઇક જમણી સાઇડ એટલે કે ટ્રેક્ટર બાજુ નમે છે. સાથે જ બાઇક પર સવાર આધેડ, મહિલા અને બાળક નીચે પટકાય છે. આ બાઇકની પાછળ જ એક બાઇક આવી રહ્યું હોય છે. જોકે, બાઇક ચાલકે સમય સૂચકતા વાપરી બ્રેક લગાવી દીધી હતી.

બનાવ-2: યુવક એસ.ટી. બસ નીચે આવી ગયો

મંગળવારે દાહોદથી જ અકસ્માતમાં ચમત્કારિક બચાવની એક ઘટના સામે આવી હતી. જેમાં એક યુવક ઓવરટેક કરતા બસની અડફેટે આવી ગયો હતો અને સીધો બસની નીચે ઘૂસી ગયો હતો. જોકે, બસ ચાલકની સમય સૂચકતાથી યુવાનનો જીવ બચી ગયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો (Dahod accident CCTV) સામે આવ્યો છે.



'રામ રાખે તેને કોણ ચાખે' કહેવતને સાર્થક કરતો બનાવ દાહોદમાં બન્યો હતો. દાહોદના ગોધરા રોડ ઉપરથી ઈન્દોર-હાઈવે (Indoar highway accident) ઉપર જતી વેળા એક બાઈક ચાલકે બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓવરટેક વખતે બસની ટક્કર વાગી જતા તે નીચે પટકાયો હતો અને સીધો જ બસની નીચે આવી ગયો હતો. જોકે, બસના ચાલકે એક પણ ક્ષણનો વિચાર કર્યાં વગર બ્રેક મારી દીધી હતી. જેના પગલે યુવકનો જીવ બચી ગયો હતો.

આ અંગે વાયરલ થયેલા સીસીટીવી વીડિયોને જોતા પહેલી નજરે તમામ લોકોનો જીવ અદ્ધર થઈ જાય છે. જોકે, બીજી જ ક્ષણે યુવક બસ નીચેથી હેમખેમ બહાર નીકળતા લોકોને આશ્ચર્યની સાથે સાથે રાહત પણ થાય છે. હાલ આ બંને અકસ્માતના વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થતાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
First published:

Tags: Bike, Dahod, Road accident, અકસ્માત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો