દાહોદઃઝાલોદમાં શુભમ ક્લિનિકમાં ગેરકાયદે પ્રક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો

દાહોદઃઝાલોદમાં શુભમ ક્લિનિકમાં ગેરકાયદે પ્રક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો.

 • Share this:
  દાહોદઃ ઝાલોદમાં ગામડી રોડ પર આવેલા શુભમ ક્લિનિકમાંથી ગેરકાયદે પ્રક્ટિસ કરતા બોગસ તબીબને આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ઝડપી પડાયાના સમાચાર મળ્યા છે.
  બોગસ ડૉક્ટર પાસે કોઈપણ ડિગ્રી ન હોવા છતાં ક્લિનિક ચલાવી રહ્યા હતા.

  મળતી વધુ માહિતી મુજબ, દાહોદના ઝાલોદમાં ગામડી રોડ પર આવેલા શુભમ ક્લિનિકમાં ગેરકાયદે પ્રક્ટિસ કરી રહેલા બોગસ ડૉક્ટર હોવાની માહિતી મળતાં આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા બોગસ તબીબ જયંતી પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. પ્રેક્ટિસ કરતા ડૉકટર પાસે કોઇપણ પ્રકારની ડિગ્રી ન હોવાનું માલૂમ પડ્યું છે. પોલીસે બોગસ ડૉક્ટર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
  Published by:Sanjay Joshi
  First published: