દાહોદઃ ધોરણ-10 ગુજરાતીનું પેપર ફૂટવા બાબતે પોલીસ ફરિયાદ દાખલ

સ્કૂલમાંથી મળી આવેલા ગુજરાતીના પેપરની ઝેરોક્ષના ટુકડા

 • Share this:
  સોમવારે ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. આ વચ્ચે સમાચાર આવ્યા હતા કે દાહોદમાં ધોરણ-10નું ગુજરાતીનું પેપર લિક થયાના સમાચાર આવ્યા હતા. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી પોલીસ ફરિયાદ નોંધાવી છે. અધિકારી દ્વારા દાહોદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

  જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જનરલ સેક્રેટરિ નજમુદ્દીન ગાંગરડીવાળા, યુનિટ-2ના સુપરવાઈઝર પી.એમ. પટેલ તેમજ યુનિટ-1ના આચાર્ય ડી.કે. પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

  શું હતો બનાવ?

  સોમવારે બોર્ડની પરીક્ષા શરૂ થયા બાદ સમાચાર આવ્યા હતા કે, દાહોદની એમ. એન્ડ પી. હાઈસ્કૂલમાં ધો.10નું પેપર લીક થયું છે. સ્કૂલના એક રૂમમાં ગુજરાતીના પેપરની ઝેરોક્ષ કરવામાં આવી હતી. એટલું જ નહીં ગુજરાતીના પેપરની ઝેરક્ષના ટુકડા પણ મળી આવ્યા હતા.

  મામલતદાર તપાસ માટે દોડ્યા

  દાહોદના ક્લેક્ટર જે. રણજીતરુમારને ફોન પર કોઈએ ફરિયાદ આપી હતી. ફરિયાદ મળતાની સાથે જ ક્લેક્ટરે મામલતદાર એન.કે પટેલને તપાસ કરવા માટે રવાના કરી દીધા હતા. એન.કે પટેલ એમ.એન.પી શાળાએ 10:30 વાગે પહોંચ્યા હતા. તપાસ કરવા પહોંચેલા મામલતદારને પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. શાળાની ઓફિસ પર તાળું મારી દેવામાં આવ્યું હતું, જેથી તપાસ કરવામાં ઘણો બધો સમય વેડફાયો હતો. તે સમયે શાળા સંચાલકોએ પણ તાળું ખોલવા માટે સાથ સહકારો આપ્યો ન હતો.

  સ્કૂલમાંથી મળી આવ્યું હતું ઝેરોક્ષ મશીન

  મામલતદારના આવ્યાના અડધા કલાક બાદ તાળું ખોલવામાં આવ્યું હતું. તે પણ તાળાને તોડવામાં આવ્યો હતો. શાળાની ઓફિસમાંથી ઝેરોક્ષ મશીન મળી આવ્યું હતું અને ઓફિસની કચરાપેટીમાંથી ધોરણ 10ના પેપરની ટુકડાઓ મળી આવ્યા હતા. આ બનાવ સામે આવ્યા બાદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published: