દાહોદ: મૃતદેહ પોલીસ સ્ટેશને મુકી પરિવારજનોએ કર્યો પત્થરમારો

Network18 | News18 Gujarati
Updated: October 27, 2017, 11:46 AM IST
દાહોદ: મૃતદેહ પોલીસ સ્ટેશને મુકી પરિવારજનોએ કર્યો પત્થરમારો
દાહોદમાં પોલીસનાં મારથી યુવકની મોતથી સ્તબ્ધ થઇ ગયેલાં સ્વજનો મૃતક કનેશનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ગરબાડા લઇ જવા નીકળ્યા હતા. રસ્તામાં જેસાવાડા પોલીસ સ્ટેશને કાયદાકીય કાર્યવાહી માટે તેઓ રોકાયા હતા. તે સમયે તેઓએ પોલીસ સ્ટેશન પર પત્થર મારો કર્યો હતો.
Network18 | News18 Gujarati
Updated: October 27, 2017, 11:46 AM IST
મહત્વનાં મુદ્દા
-દાહોદ: પોલીસના મારથી યુવકના મોતનો મામલો
-પોલીસે 27ના નામ સહિત 400નાં ટોળા વિરુદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ કર્યો
-હુમલામાં જીપ આગમાં આગ લાગી

-કુલ 8 લાખની સરકારી મિલકતને નુકશાન

દાહોદમાં પોલીસનાં મારથી યુવકની મોતથી સ્તબ્ધ થઇ ગયેલાં સ્વજનો મૃતક કનેશનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ગરબાડા લઇ જવા નીકળ્યા હતા. રસ્તામાં જેસાવાડા પોલીસ સ્ટેશને કાયદાકીય કાર્યવાહી માટે તેઓ રોકાયા હતા. તે સમયે તેઓએ પોલીસ સ્ટેશન પર પત્થર મારો કર્યો હતો. અને પોલીસની જીપમાં આગ પણ લગાવી હતી. આ ઘટનામાં કૂલ 8 લાખની સરાકરી મિલકતને નુક્શાન થયુ છે. પોલીસે આ મામલે 27 લોકોનાં નામ સહિત 400 ટોળા વિરુદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ કર્યો છે.
શું હતી આખી ઘટના
દાહોદનાં જેસાવાડામાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ ત્યારે થયુ જ્યારે આરોપીને તપાસ માટે પોલીસ કસ્ટડીમાં રખાયો હતો. તેને છોડ્યાનાં 30 મિનિટમાં તેનું મોત થઇ ગયુ હતું. પરિવાર જનોએ આક્ષેપ કર્યો કે પોલીસનાં ઢોર મારને કરાણે જ તેમનાં પૂત્રનું નિધન થયુ છે. જે બાદ રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન નજીક હોબાળો મચાવ્યો હતો.

પોલીસ સ્ટેશનની માલ-મિલકતને નુક્શાન પહોચાડ્યું હતું અને તેમની જીપને આગ પણ લગાવી હતી. પરિસ્થિતિ એ હદે વણસી ગઇ હતી કે દાહોદ SP સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

 
First published: October 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर