Home /News /madhya-gujarat /

Accident: દાહોદના લીમખેડામાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે વર્ષની પુત્રી અને માતાનું મોત

Accident: દાહોદના લીમખેડામાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે વર્ષની પુત્રી અને માતાનું મોત

અકસ્માતની તસવીર

Dahod Crime News: ટ્રક અને કાર વચ્ચે અકસ્માત (car and truck accident) થતાં માતા-પુત્રીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટના અંગે જાણ થતાં પોલીસ (police) ઘટના સ્થળે પહોંચી હતી.

    દાહોદઃ ગુજરાતમાં (Gujarat) અકસ્માતની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે દાહોદમાં (Accident in dahod) એક કમકમાટી ભર્યો અકસ્માત બન્યો હતો. અહીં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત (car and truck accident) થતાં માતા-પુત્રીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને પ્રાથમિક તપાસ હાથધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક મહિલા અને તેની બે વર્ષીય બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત બે લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડમાં આવ્યા હતા.

    દૂધિયા નજીક હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત
    ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે આજે રવિવારે 24 એપ્રિલે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દૂધિયા નજીક હાઈવે પરથી એક ટ્રક અને કાર પસાર થઈ રહ્યા હતા. આ સમયે બંને વાહનો અથડાતા અકસ્માત થયો હતો. જેમાં કારનો કચ્ચણઘાણ થઈ ગયો હતો. આ અકસ્માતમાં મધ્યપ્રદેશના થાંદલા નજીક રહેતા એક પરિવારની કારમાં સવાર કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

    માતા અને બે વર્ષની પુત્રીનું કમકમાટી ભર્યું મોત
    જેને પગલે થાંદલા તાલુકામાં રહેતા 29 વર્ષીય પ્રેમીલાબેન કાળુભાઈ ડામોર અને બે વર્ષીય નયનાબેન કાળુભાઈ ડામોર એમ બંને માતા-પુત્રીને શરીરે તેમજ હાથે-પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેમના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.

    આ પણ વાંચોઃ-Prostituion: સુરતમાં ફરી એકવાર મીની થાઈલેન્ડ ઝડપાયું, આઠ વિદેશી યુવતીઓ સાથે ચારની ધરપકડ

    ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખેસડાયા
    આ અકસ્માતમાં બે વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચતા તેઓને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ સગીરાની એકલાતનો લાભ લઈને નરાધમે આચર્યું દુષ્કર્મ, પેટમાં દુઃખાવો ઉપડતાં પાંચ માસનો ગર્ભવતી નિકળી

    ઘટના સ્થળે પોલીસ પહોંચી તપાસ ધરી
    ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Accident News, Crime news, Dahod news

    આગામી સમાચાર