દાહોદમાં એક યુવકને વીજળીના થાંભલા સાથે બાંધીને જાહેરમાં માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ દાહોદના સીંગવડ તાલુકાના ચાચકપુર ગામની આ ઘટના છે. પ્રેમિકાને મળવા જતાં પરિવારે યુવકને પકડી પાડ્યો હતો. અને ઘરની બહાર જ વીજળીના થાંભલા સાથે બાંધીને ફટકાર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ચાચકપુર ગામમાં તારમી ગામનો યુવક પોતાની પ્રેમીકાને મળવા માટે ગયો હતો. જોકે પ્રેમિકાના પરિવારજનોને જાણ થતાં પ્રેમીને રંગે હાથે પકડ્યો હતો. પરિવારના લોકોએ તેને વીજળીના થાંભલા સાથે દોરડા વડે બાંધ્યો હતો. ઉશ્કેરાયેલા પરિવારના લોકોએ તેને ઢોર માર માર્યો હતો.
વધુ મળતી માહિતી પ્રમાણે ચાચકપુર ગામની પરીણિતાના આ યુવક સાથે આડા સંબંધ હતા. જેના પગલે તેને માર મારવામાં આવ્યો હતો. જોકે, યુવકના પરિવારને ઘટના અંગે જાણ થતાં તેનો પરિવાર આ ગામે આવી પહોંચ્યો હતો. સમાજના રિવાજ મુજબ પંચોએ યુવને 15 હજારનો દંડ ફટકાર્યો હતો. વધુ મળતી માહિતી પ્રમાણે આ યુવક સીંગવડ તાલુકા પંચાયતના મહિલા સભ્યનો પુત્ર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર