Home /News /madhya-gujarat /દાહોદ: સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓના વોટ્સએપ ગ્રૂપમાં એક વાલીએ અશ્લીલ ફોટો અને વીડિયો ફોરવર્ડ કર્યા

દાહોદ: સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓના વોટ્સએપ ગ્રૂપમાં એક વાલીએ અશ્લીલ ફોટો અને વીડિયો ફોરવર્ડ કર્યા

સ્કૂલની ફાઈલ તસવીર

dahod news:વિકૃત માનસિકતા ધરાવતા વાલી દ્વારા અશ્લીલ ફોટા અને વીડિયો (pornographic photos and videos) ફોરવર્ડ કરવામાં આવતા ગ્રુપના મહિલા ઓ સહિત તમામ સભ્યોનું શરમથી માથું ઝૂકી ગયું હતું.

સાબિર ભાભોર, દાહોદઃ દાહોદ જિલ્લાના (Dahod news) લીમખેડામા મોટા હાથીધરા ગામની (Hathidhara village) હસ્તેશ્વર સ્કૂલના બાળકોના વાલીઓના વહોટસપ ગ્રુપમાં (school parents whats app groups) કોઈ વિકૃત માનસિકતા ધરાવતા વાલી દ્વારા અશ્લીલ ફોટા અને વીડિયો (pornographic photos and videos) ફોરવર્ડ કરવામાં આવતા ગ્રુપના મહિલા ઓ સહિત તમામ સભ્યોનું શરમથી માથું ઝૂકી ગયું હતું તેમજ આવા અશ્લીલ ફોટા અને વીડિયો થી શાળામાં અભ્યાસ કરતા બાળકો પર તેની વિપરીત અસર પડી હતી.

લીમખેડામા મોટા હાથીધરા ગામે આવેલી હસ્તેશ્વર શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ના વાલીઓના ચાલતા ગ્રુપમાં બાળકોને હોમ વર્ક માટે લેસન ગ્રુપમાં ફોરવર્ડ કરવામાં આવતું હોવાથી મોટાભાગના બાળકો મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે.

પરંતુ આ હસ્તેશ્વર શાળાના ગ્રુપમાં વિકૃત માનસિકતા ધરાવતા વાલી દ્રારા અશ્લીલ પોસ્ટ અને બીભત્સ વીડીયો મુકવામાં આવતા ગ્રુપમાં હોમ વર્ક માટે મોબાઇલ લઇને બેઠેલા કેટલાક બાળકો ઉપર આવા અસલી ફોટા અને વિડીયો જોઈને વિપરીત અસર પડી હતી તેમજ ક્ષોભમા મુકાયા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં લગ્ને લગ્ને કુવારા યુવકનું કારસ્તાન! એક બે નહીં પણ પાંચ યુવતીઓ સાથે કર્યા લગ્ન, આવી રીતે ફૂટ્યો ભાંડો

આવા અશ્લીલ વીડિયો અને ફોટા પોતાના માતા-પિતાને બતાવતા તમામનું માથું શરમથી ઝૂકી ગયું હતું કેટલાક વાલીઓ દ્વારા શાળાના સંચાલક ને આ બાબતે અશ્લીલ વીડિયો અને ફોટા મુકવા બાબતે રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ કોન્ટ્રાક્ટરની 'દિવાળી બગાડનાર' બાવો અને સન્ની સહિત ત્રણ લબરમુછીયા ઝડપાયા

હસ્તેશ્વર શાળાના ગ્રુપમાં કોઈ વાલી દ્વારા અશ્લીલ પોસ્ટ અને વીડિયો ફોરવર્ડ કરતા ભારે કુતૂહલ સર્જાયું હતું વ્હોટસઅપ ગ્રુપ માં અનેક મહિલાઓ સામેલ છે વિકૃત માનસિકતા ધરાવતા વાલી દ્વારા ગ્રુપમાં આવી અશ્લીલ પોસ્ટ અને વીડિયો મુકાતા હસ્તેશ્વર શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ દિવાળીની રાત્રે ગુમ થયેલી અઢી વર્ષની બાળકી બે દિવસે ઝાડીમાંથી મૃત મળી, અપહરણ બાદ હત્યાની આશંકા

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ રાજકિય પાર્ટીના ગ્રૂપો કે કોઈ કોર્પોરેટરના ગ્રૂપોમાં અશ્લિલ વીડિયો કે ફોટો ફોરવર્ડ થવાના કિસ્સાઓ પણ બનેલા છે. ત્યારે આવી હરકતોથી ગ્રૂપમાં રહેલી મહિલાઓએને ક્ષોભ અનુભવવાનો વારો આવતો હોય છે. ત્યારે વિકૃત માનસિક્તા ધરાવતા લોકોની આવી હરકત ટીકાને પાત્ર બનતી હોય છે.
First published:

Tags: Dahod news, Gujarati News News, Whats App

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો