દાહોદઃ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ કરી આત્મહત્યા

આરોપીએ બાથરૂમની બારી સાથે ફાંસો બાંધી આપઘાત કરી લીધો

આરોપીએ શનિવારે સવારે લોકઅપના બાથરૂમમાં ફાંસો લગાવી આપઘાત કર્યો હતો.

  • Share this:
દાહોદ: જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશન ખાતે આજે શનિવારે સવારે એક આરોપીએ આપઘાત કરી લીધો હતો. આરોપીને પોલીસ સ્ટેશનને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો.

આરોપીએ ગળેફાંસો થાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસે વાહનચોરી ગુનામાં આરોપીની ધરપકડ કરી હતી. મળથી માહિતી પ્રમાણે આરોપીની અગાઉ પણ પાંચ-છ વખત વાહનચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીએ શનિવારે સવારે લોકઅપના બાથરૂમમાં ફાંસો લગાવી આપઘાત કર્યો હતો. આરોપીએ બાથરૂમની બારી સાથે ફાંસો બાંધી આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું છે.
First published: