સાબિર ભાભોર, દાહોદ : રાજ્યમાં કોરોનાવાયરસ (Coronavirus) અને (Lockdown)અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ લોકડાઉનમાં છૂટછાટ બાદ ફરી રોડ અકસ્માત (Road Accident)ની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આજે દાહોદથી આવી જ અકસ્માત (Dahod Godhra highway Accident)ની ચમત્કારિક ઘટના સામે આવી છે. જેમાં એક યુવક ઓવરટેક કરતા બસની અડફેટે આવી નીચે પટકાયો અને બસની નીચે ઘુસી ગયો હતો. પરંતુ બસ ચાલકની સમય સૂચકતાથી યુવાનનો જીવ બચી ગયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો (Accident CCTV Video) સામે આવ્યો છે.
કહેવત છે કે, 'રામ રાખે તેને કોણ ચાખે', આ કહેવત સાર્થક કરતો બનાવ દાહોદમાં સામે આવ્યો છે. દાહોદના ગોધરા રોડ ઉપરથી ઈન્દોર-હાઈવે (Indoar highway accident) ઉપર જતી વેળા એક બાઈકચાલકે રોંગ સાઈડથી બસની ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, ઓવરટેક વખતે બસની ટક્કર બાઇકને વાગતા જ બસ ચાલકે બસ ને બ્રેક મારી દીધી હતી, પરંતુ ટક્કરને પગલે બાઇક દૂર સુધી ફંગોળાઈ ગયું હતું અને બાઈકચાલક બસની નીચે આવી ગયો હતો અને થોડી જ ક્ષણોમાં બાઈકચાલક હેમખેમ બસ નીચેથી બહાર આવતો જોવાય છે.
પહેલી નજરે અકસ્માત જોનારા તમામ લોકોનો જીવ અદ્ધર થઈ જાય છે, અને સૌની આંખો ફાટી ગઈ હતી પરંતુ યુવકને ચાલતા બહાર આવતો જોઈને આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા. અકસ્માતમાં યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો, આ જોઈ બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર ઘટનાનો CCTV સોશિયલ મીડીયામાં વાયરલ થતાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
દાહોદ : વિચલીત-ચમત્કારિક Accident Video, જુઓ પહેલા જીવ અદ્ધર થઈ જશે, પછી થશે રાહત pic.twitter.com/znlMoIRPhI
તમને જણાવી દઈએ કે આ ઘટના ગઈકાલ એટલે કે, સોમવાર બપોર 3..48ના સમયે ઈન્દોર હાઈવે પર બની હતી. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે, હાઈવે પર રોંગ સાઈડથી વળાંક લેતા સમયે બાઈકની ટક્કર બસની આગળ ખાલી સાઈડ પર થાય છે. તુરંત બાઈક ચાલક બેલેન્સ ગુમાવી રોડ પર પટકાય છે. બાઈક ઘસડાતુ રોડ પર આગલ નીકળી જાય છે, અને બાઈક ચાલક બસની નીચે આવી જાય છે. પહેલી નજરમાં યુવાન ટાયર નીચે આવી જઈ તરફડી રહ્યો હોય તેવું લાગે છે, પરંતુ તે થોડીવારમાં બસ નીચેથી જીવતો બહાર નીકળે છે અને તરત ઉભો પણ થઈ જાય છે. જો બસ ચાલકે થોડી બસને થોડી પણ આગળ કે પાછલ કરી હોત તો યુવાનના રામ રમી ગયા હોત. બસ ચાલકની સમય સૂચકતાથી યુવાનનો જીવ બચી ગયો છે. અને આ વીડિયો એક ચમત્કારથી ઓછો નથી લાગી રહ્યો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર