દાહોદ: ટ્રક અને બાઈક અકસ્માત, ઉશ્કેરાયેલા ટોળાએ ટ્રકને આગ ચાંપી

 • Share this:
  દાહોદ: ફતેપુરાતમાં ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારનો ચમત્કારીક બચાવ થયો છે.

  ઘટનાની વિગત અનુસાર ફતેપુરામાં ગઈકાલે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ટ્રક અને બાઈક વચ્ચે થયો હતો. જો કે આ અકસ્માતમાં બાઈકસવારનો આબાદ બચાવ થયો હતો. પરંતુ અકસ્માતને પગલે ઉશ્કેરાયેલા ટોળાએ ટ્રકને આગ લગાવી દીધી હતી. જો કે ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

  ઉશ્કેરાયેલા ટોળાએ ટ્રકને આગ લગાવી દીધી હતી. પરંતુ સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. આ અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. હાલ તો પોલીસે આ ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
  Published by:Nisha Kachhadiya
  First published: