Home /News /madhya-gujarat /દાહોદમાં નવા વર્ષની અનોખી ઉજવણી, દોડતી ગાયની નીચે સૂઈને લોકો પૂરી કરે છે માનતા

દાહોદમાં નવા વર્ષની અનોખી ઉજવણી, દોડતી ગાયની નીચે સૂઈને લોકો પૂરી કરે છે માનતા

દાહોદમાં નવા વર્ષની અનોખી ઉજવણી

Unique New Year celebration in Dahod: દાહોદ જિલ્લામાં નવા વર્ષની ઉજવણી અનોખી રીતે થાય છે. દર વર્ષે દાહોદમાં નવા વર્ષે ગાય ગોહરીની ઉજવણી થાય છે. જેમાં દોડતી ગાયોની નીચે સૂઈને લોકો પોતાની માનતા પૂરી કરે છે.

    દાહોદ: દાહોદ જિલ્લામાં નવા વર્ષની ઉજવણી અનોખી રીતે થાય છે. દર વર્ષે દાહોદમાં નવા વર્ષે ગાય ગોહરીની ઉજવણી થાય છે. જેમાં દોડતી ગાયોની નીચે સૂઈને લોકો પોતાની માનતા પૂરી કરે છે. આ ઉજવણીમાં માન્યતા છે કે, દોડતી કે ચાલતી ગાય નીચે સુઈને માનતા કરવાથી પૂર્ણ થાય છે.

    દાહોદમાં નવા વર્ષે ગાય ગોહરીની ઉજવણી થાય છે, ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે, આ રીતે ગાય નીચે સુવાથી કોઈ ઈજાઓ પણ થતી નથી. સ્થાનિકોનું કહેવું છે કે, વર્ષ દરમિયાન ગૌવંશને જાણે અજાણ્યે કોઈ નુકસાન પહોંચાડ્યું હોય અને પોતાની માનતા પૂર્ણ કરવા આ ઉજવણી કરાય છે. ઉજવણીમાં ગાય ગોહરી પડનાર લોકો હીડ ગીત ગાઈને ગાયોને ભગાડે છે. જેમાં લીમડીના રાજવી પરિવાર ઉજવણીમાં ખાસ હાજરી આપે છે. આ વર્ષે પણ લીમડીના રાજવી પરિવારે ઉજવણીમાં હાજરી આપીને શરૂઆત કરાવી હતી. દાહોદ જિલ્લાના ગરબાડા, લીમડી, લીમખેડા અને ગાંગરડીમાં આ ઉજવણી યોજાય છે.

    આ પણ વાંચો: નવા વર્ષે મંદિરમાં દર્શન માટે ભક્તો ઉમટ્યા

    જૂનાગઢમાં આવેલા મહાલક્ષ્મી શક્તિપીઠનું આગવું મહત્વ

    નવા વર્ષે મા લક્ષ્મીજીના દર્શનનું અનેરુ મહત્વ છે. ખાસ કરીને જૂનાગઢમાં આવેલા મહાલક્ષ્મી શક્તિપીઠનું આગવું મહત્વ છે. તહેવારોના દિવસોમાં આ મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ જામે છે. આ શક્તિ પીઠમાં કમળના પુષ્પનું વિશેષ મહત્વ હોવાથી ભક્તો કમળના ફૂલ સાથે માતાજીના દર્શન અને આરાધના કરે છે. નવા વર્ષ નિમિત્તે ભાવિક ભક્તોએ પણ કમળના ફુલ સાથે માતાજીના દર્શન કર્યા હતા. શહેરના દાણા પીઠમાં આવેલ શક્તિ પીઠ 450 વર્ષ પૌરાણિક છે અને અહીં માતાજીનું બાળ સ્વરૂપ છે. સ્થાનિકોના મતે માતાજી અહીં સ્વયં પ્રગટ થયેલા હતા. ખાસ કરીને દિવાળીના પાંચ દિવસ ભક્તોની અહીં ખૂબ ભીડ રહે છે.

    ધાર્મિક સ્થળોએ દર્શન માટે કતારો

    ઉલ્લેખનીય છે કે, આજથી વિક્રમ સવંત 2079ના વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે નૂતન વર્ષે વહેલી સવારથી જ રાજ્યભરના ધાર્મિક સ્થળોમાં લોકોએ દર્શન માટે કતારો લગાવી હતી. નવા વર્ષની શરૂઆત શુભ સ્થળોએ કરવાની પરંપરાને લઈને જામનગરમાં આવેલ કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરે ખાસ અન્નકોટ દર્શન યોજાયા હતા. આ પ્રસંગે ભાવિકો પણ સવારથી જ દર્શન માટે કટારો લગાવી જોવા મળ્યા હતા અને ખાસ નવા વર્ષે કૃષ્ણમણિજી મહારાજના આશીર્વાદ મેળવવા માટે પણ ભાવિકોની કથાઓ જોવા મળી હતી. ઉપરાંત સોમનાથ, અંબાજી, શામળાજી, ભદ્રકાળી મંદિરે નવા વર્ષે દર્શન માટે ભક્તો ઉમટ્યા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Dahod, Gujarat News, New Year -2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन