Home /News /madhya-gujarat /દાહોદઃ બે માસૂમ બાળકો સાથે માતાએ કૂવામાં કૂદીને જીવ ટૂંકાવ્યું, કેમ ભરવું પડ્યું કમકમાટી ભર્યું પગલું?

દાહોદઃ બે માસૂમ બાળકો સાથે માતાએ કૂવામાં કૂદીને જીવ ટૂંકાવ્યું, કેમ ભરવું પડ્યું કમકમાટી ભર્યું પગલું?

ઘટના સ્થળની તસવીર

સવારમાં આ ટીનાબેન સાસરીમાંથી તેના બે સંતાનો સાથે ઘરેથી ક્યાંક નીકળી ગઈ હતી અને પિયરમાં જવાના રસ્તા ઉપર આવેલા લીમખેડા તાલુકાના બાર ગામે પહોંચી એક ઉંડા કૂવામાં બે બાળકો સાથે મોતની છલાંગ લગાવી હતી.

સાબીર ભાભોર, દાહોદઃ દાહોદ જિલ્લાના (dhahod) ધાનપુર તાલુકામાં (dhanpur) આવેલા ઘોડાઝર ગામની (Ghodazar) 32 વર્ષીય પરિણીતાનો તેના પતિ તથા સાસુ-સસરાના અસહ્ય ત્રાસ થી કંટાળી જઈને તેના બે સંતાનો સાથે લીમખેડાના બાર ગામે એક કૂવામાં ઝંપલાવી સામૂહિક આત્મહત્યા (mass suicide) કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા રઈ ગામના ધાણકિયાં ફળિયામાં રહેતા ધીરસિંગ ભાઈ નાના ભાઈ ધાણકિયાની પુત્રી ટીના બેનના લગ્ન આજથી 9 વર્ષ પહેલા ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામના રાજેશ શંકર ચૌહાણ સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. તેમના સુખી દાંપત્યજીવનમાં વસ્તારમાં બે સંતાનો અવતર્યા હતા.

જેમાં છ વર્ષનો નિકુંજ અને અઢી વર્ષની દીકરી મહેશ્વર બેન સહિત બે સંતાનો હતા થોડાક વર્ષો તેમનો ઘરસંસાર સારી રીતે ચાલ્યા બાદ આ ટીના બેનને તેનો પતિ રાજેશ શંકર ચૌહાણ તથા તેના સસરા શંકર ચંદ્રસિંહ ચૌહાણ સાસુ સોકલી બેન શંકર ચૌહાણ આમ ત્રણેય શખ્સો ભેગા મળીને એકબીજાની મદદગારી કરી ટીના બેનને અવાર નવાર મારઝૂડ કરી મેણા-ટોણા મારીને શારીરિક તથા માનસિક રીતે ત્રાસ આપવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ-દુષ્કર્મની વિચિત્ર ઘટના! રૂમમાં ઉંઘતી મહિલાએ અજાણ્યા યુવકને પતિ સમજ્યો, નરાધમ રેપ કરી ફરાર

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભાડુઆત પરિણીતા ઘરમાં ઉંઘતી હતી, માકાન માલિકનો પુત્ર પાછળની બારીથી ઘરમાં ઘૂસ્યો અને પછી..

અને તેને જમવાનું આપતા ન હતા જમવાનું બનાવવાનું સરસામાન પણ સંતાડી દેતા હતા ઉપરાંત પરિણીતા ટીના બેન ને વારંવાર મારઝૂડ કરી બેભાન અવસ્થામાં કરી દેતા હતા તું હજી જીવે છે મરી કેમ ના ગઈ તેમ જણાવી મેણા-ટોણા મારીને શારીરિક તથા માનસિક ત્રાસ આપી મરી જવા માટે પ્રેરિત કરવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ-સુરતઃ અકસ્માતનો live video, ફૂલ સ્પીડે જતો બાઈક ચાલક ડેપોમાંથી નીકળતી બસ સાથે ભટકાયો

આ પણ વાંચોઃ-કોરોનાનો કાળો કહેર! રાજકોટઃ મહેતા પરિવારનો માળો પીંખાયો, એક પરિવારના 6 સભ્યોને ભરખી ગયો કાળમુખો

તેથી આવા અસહ્ય ત્રાસથી કંટાળી જઈને ગઈ કાલે સવારમાં આ ટીનાબેન સાસરીમાંથી તેના બે સંતાનો સાથે ઘરેથી ક્યાંક નીકળી ગઈ હતી અને પિયરમાં જવાના રસ્તા ઉપર આવેલા લીમખેડા તાલુકાના બાર ગામે પહોંચી એક ઉંડા કૂવામાં તેના છ વર્ષનો પુત્ર નિકુંજ અને અઢી વર્ષની પુત્રી મહેશ્વર બેન સાથે ટીનાબેને કૂવામાં ઝંપલાવી આયખુ ટુંકાવી લીધું હતું.



આમ પતિ અને સાસુ સસરાના અસહ્ય ત્રાસથી કંટાળીને તેના બે સંતાનો સાથે માતાના સામૂહિક આપઘાતથી તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ સંદર્ભે મૃતક ટીના બેનના પિતા ધીરસીંગભાઇ નાનાભાઈ ધાણકિયાએ નોંધાવેલી ફરિયાદના પગલે લીમખેડા પોલીસે તેના પતિ રાજેશ તથા સસરા શંકર ભાઈ અને સાસુ સોકલી બેન વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: Dahod, Mass Suicide, ગુજરાત, ગુનો, પોલીસ