દાહોદમાં બે ક્રૂઝર અથડાતા 5ના મોત, 18 ઈજાગ્રસ્ત

 • Share this:
  દાહોદના કતવારા નજીક બે ક્રૂઝર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 18 જેટલા ઇજાગ્રસ્ત થયા તેમજ 5ના મૃત્યુ થતા તમામની દાહોદ ખાતેની હોસ્પિટલમાં લાવવામાં આવયા હતા.

  મધ્યપ્રદેશનો જૈન પરિવાર પોતાના ધર્મસ્થાન પાલિતાણા ખાતે હોળીના તહેવાર નિમિત્તે દર્શન કરી ગત રાત્રે પરત મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. તે દરમિયાન દાહોદ જીલ્લાના કતવારા નજીક ભીતોડી ઢાળ પાસે એક અન્ય ક્રૂઝર જીપ રોંગ સાઈડમાં સામે આવી જતાં પૂર ઝડપે જઈ રહેલી બંને જીપ સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં મધ્યપ્રદેશની જીપમાં આશરે 14 જેટલા મુસાફરો હતા. તેમજ ગુજરતની જીપમાં 9 જેટલા મુસાફરો સવાર હતા. આ ગમખ્વાર અકસ્માતમાં બંને ગાડીમાં સવાર તમામ 23 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે ઘટના સ્થાળે બૂમાબૂમ મચી ગઈ હતી.

  108 તેમજ ખાનગી વાહનો મારફતે તમામ ઘાયલોને દાહોદ જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા તેમજ કતવારા પોલીસ ઘટના સ્થેળે પહોચી હતી. જેમાં બંને જીપના ચાલક સહિત પાંચના મોત નિપજ્યા હતા. જયારે 18 જેટલા ઇજાગ્રસ્તોને દાહોદની અલાગ અલગ હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા તેમજ ઘટના ને પગલે દાહોદ ની જનારલ હોસ્પિટલ ખાતે દોડધામ મચી ગઈ હતી તેમજ સગાસંબધી ઓ સહિત લોકો મોટી સંખ્યા માં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હોસ્પિટલ કેમ્પસ માં શોકમગ્ન વાતાવરણ વાચ્ચે રોકકળ મચી હતી ઘટના ને પગલે કતવારા પોલીસે અકસ્માત નો ગુનો નોંધી અગળ ની કાર્યવાહી હાથ ધરી છે

  એકતરફ હોળીના તહેવારની ખુશી સાથે ભગવાનના દર્શન કરી પરત ફરી રહેલા પરિજનોને આવતીકાલે ધૂળેટીની ઉજવાણીના સપના સાથે જઈ રહેલા પરિવારને અચાનાક નડેલા અકસ્માતથી સગા સંબધીઓ સહિત તમામ ઘેરા શોકમાં ડૂબી ગયા હતા.

  મૃતકો ના નામ :-

  1-ક્રિયાબેન કપિલભાઈ- ઉમર 8 વર્ષ –રહે. ઝાબુઆ- મધ્યપ્રદેશ

  2-અભય મોહનલાલ-ઉમર 55 વર્ષ – રહે. ધામન્દ્રા – મધ્યપ્રદેશ

  3-દિપક કુમાર શર્મા –ઉમર 35વર્ષ -રહે.કડોદ- મધ્યપ્રદેશ

  4-જીતુભાઈ રસુલભાઈ ડામોર -25 વર્ષ - રહે. કઠલા જી.દાહોદ

  5-નાહટીયા ભાઈ ભૂરીયા -30 વર્ષ –રહે – ઉછવાણિયા જી. દાહોદ

  પાલીતાણાથી એમ.પી પાસિંગની ક્રૂઝર ગાડી દર્શન કરી મધ્યપ્રદેશ તરફ જતાં હતા કટવારા ગામ પાસે સામેથી રોંગ સાઈડ માં આવતી ક્રૂઝર ગાડી એ અકસ્માત કરેલ છે અને પાંચ માણસો ના મૃત્યુ થયેલ છે મધ્યપ્રદેશ તરફ જતી ગાડી માં થી 2 પુરુષ અને એક બાળકી સામે થી આવતી ગાડી માં થી બે માણસો ના મૃત્યુ થયેલ છે મધ્યપ્રદેશ તરફ જઈ રહેલ ગાડી માં 13 થી 14 જણા હતા સામે થી આવી રહેલ ગાડી માં નવ જણા સવાર હતા બંને ગાડી ના ચાલક સહિત કુલ પાંચ મૃત્યુ થયેલ છે તમામ લોકો ઇજાગ્રસ્ત છે અને જુદી જુદી હોસ્પિટલ માં સારવાર હેઠળ છે.
  Published by:Kaushal Pancholi
  First published: