દાહોદ જિલ્લામાં હાડ થીજાવી દેતી ઠંડી પડી રહી છે. ત્યારે દાહોદના સ્મશાન પાસે એકાએક 43 જેટલા કાગડાના મોત નીપજતા ચકચાર મચી ગઇ હતી. પશુપાલન અને પાલિકાની ટીમે જઇ કારણ જાણવા કાર્યવાહી હાથધરી હતી.
દાહોદ શહેર તથા જિલ્લામાં વર્ષો પછી આ શિયાળે ગાત્રો ધુજાવી દેતી ઠંડી પડી રહી છે. વહેલી સવારે કે સમી સાંજ પછી નીકળવાનું પણ પસંદ કરતું નથીત્યારે કસરતબાજોને મજા પડી ગઇ છે. મોર્નિંગ અને ઇવનંગ વોકની મોસમ પણ પૂર બહારમાં ખીલી છે. આવા સમયે બુધવારે રાત્રે દાહોદમાં દુધીમતિ નદીના કિનારે સ્મશાન પાસે આવેલા એક ખેતરમાં આશ્ચર્ય જનક ઘટના બની હતી.
આ ખેતરમાં એક સાથે 43 જેટલા ફક્ત કાગડા મેલા જોવા મળ્યા હતા. જેથી સ્થાનિકો પણ ચોંકી ઉઠ્યા હતા. ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક ડો. કે.એલ.ગોંસાઇને જાણ થતાં તેમણે પશુપાલનના ડો.મનોજ મહેતા અને પાલિકા સેનેટરી ઇન્પેક્ટર ખપેડ તેમજ પશુપાલન વિભાગની લેબોરેટરીની એક ટીમ ઘટના સ્થળે મોકલી હતી.
આ ટીમે મૃતકાગડાના સેમ્પલ લઇ ભોપાલની લેબોરેટરીમાં મોકલવા માટે તજવીજ હાથધરી હતી. તેમજ તમામ મૃત કાગડાઓને જમીનમાં આટીમે જ દફનાવી દીધા હતા. પ્રાથમિક તબક્કે ઠંડી અથવા ફૂડ પોઇઝનિંગને કારણએ આ ઘટના બની હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. આશ્ચર્યની બાબત એ છે કે અન્ય કોઇ પશુ કે પક્ષી આ વિસ્તારમાં મૃત્યુ પામ્યુ નથી તેથી કાગડાના જ મૃત્યુ આ કારણે થતાં તે સંશોધનનો વિષય બન્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર