દાહોદ : લૉકડાઉનની વચ્ચે જેલની બેરેકનું તાળું તોડી એકસાથે 13 કેદીઓ ફરાર થતા હડકંપ મચ્યો

દાહોદ : લૉકડાઉનની વચ્ચે જેલની બેરેકનું તાળું તોડી એકસાથે 13 કેદીઓ ફરાર થતા હડકંપ મચ્યો
જે પર તપાસ એજન્સીઓએ મુંબઇની આર્થર રોડ જેલના એક સેલનો વીડિયો શેર કર્યો હતો. અને કહ્યું હતું કે પ્રત્યાર્પણ પછી તેને અહીં રાખવાનો વિચાર છે. આ દરમિયાન તે પણ જાણકારી આપવામાં આવી હતી કે વિજય માલ્યાને પ્રત્યાર્પણ પછી હાઇ સિક્યોરિટી વાળી બેરેકમાં રાખવામાં આવશે.

રાજ્યના સ્થાપના દિને જેલની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરાં ઉડાડતી ઘટના બની

 • Share this:
  દાહોદ : આજે ગુજરાત (Gujarat) રાજ્યનો સ્થાપના દિવસ (Gujarat Foundation Day) છે ત્યારે રાજ્યના ગૌરવંતા ઇતિહાસના ગુણગાન ગાવશે. દરમિયાન આજે સવારના પહોરમાં જ રાજ્યના સરહદી જિલ્લા દાહોદમાં એક સનસનાટી ભરી ઘટના ઘટી છે. દાહોદ (Dahod) જિલ્લાના દેવગઢ બારીયામાં કાયદો અને વ્યવસ્થાના તેમજ સુરક્ષાના લીરેલીરાં ઉડાડતી ઘટના ઘટી છે. હકીકતમાં અહીં આવેલી સબજેલમાંથી (Jail) કેદીઓ (Prisoners) તાળું તોડીને ફરાર થઈ જતા હડકંપ મચ્યો છે.

  બનાવની વિગત એવી છે કે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની સબજેલમાંથી એકી સાથે 13 કેદીઓ ફરાર થતા હડકંપ મચ્યો છે. એક બાજુ સમગ્ર ગુજરાત કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે અને લૉકડાઉનમાં બંધ છે, ત્યારે દાહોદની સબજેલમાંથી કેદીઓ તાળું તોડીને ફરાર થઈ જતા હાહાકાર મચી ગયો છે.  આ પણ વાંચો :  ગોધરામાં ફોટોગ્રાફી શીખ્યા હતા બોલિવૂડના પિતામહ દાદાસાહેબ ફાળકે

  કોરોના વાયરસના સંક્રમણના જોખમની વચ્ચે આ ઘટનાના કારણે હાહાકાર મચી ગયો છે. જો, આ કેદીઓ કોઈ હોટસ્પોટ વિસ્તારમાં જઈને સંતાયા હશે તો તેમને કોરોનાનું સંક્રમણ થવાનું પણ જોખમ છે. પંચમહાલ જિલ્લો દાહોદની નજીક છે અને તેમાં કોરોના વાયરસના કેસો નોંધાયા છે ત્યારે સ્વાભાવિક રીતે જેલમાંથી નાસેલા કેદીઓ કોઈ અવાવરૂં જગ્યાએ આશરો શોધી શકે છે.

  જેલની બેરેકનું તાળું તોડ્યું અને ફિલ્મી ઢબે નાસ્યા

  ઉલ્લેખનીય છે કે એક સાથે 13 કેદીઓ નાસ્યા એટલે આ અગાઉથી ઘડેલા કાવતરાંના ભાગરૂપે આચરેલો ગુનો છે. કેદીઓએ સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરાં ઉડાવ્યા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આ તમામ કાચા કામના કેદીઓ હતા અને તેમણે પહેલાં બેરેકનું તાળું તોડ્યું અને બાદમાં ફિલ્મી ઢબે ફરાર થવામાં સફળ રહ્યા છે. જોકે, આ સમગ્ર મામલે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે અને દેવગઢ બારીયા પોલીસે તપાસ હાથધરી છે.
  Published by:News18 Gujarati
  First published:May 01, 2020, 07:45 am