કોંગ્રેસ પ્રમુખ ચાવડાની વડોદરા પૂરગ્રસ્તોની મુલાકાત સમયે મીડિયાકર્મી ભૂવામાં પડ્યા

News18 Gujarati
Updated: August 4, 2019, 5:37 PM IST
કોંગ્રેસ પ્રમુખ ચાવડાની વડોદરા પૂરગ્રસ્તોની મુલાકાત સમયે મીડિયાકર્મી ભૂવામાં પડ્યા
મી઼ડિયાકર્મી સાથે બે કોંગ્રેસના કાર્યકરો પણ ભૂવામાં ખાબક્યા હતા.

અમિત ચાવડા ભૂવામાં પડતા પડતાં સહેજ માટે બચ્યા,વડોદરાના છાણી વિસ્તારમાં સમીક્ષા કરતી વેળા ઘટના બની

  • Share this:
ફરીદ ખાન, વડોદરા : વડોદરામાં આવેલા વિનાશક પૂર બાદ પૂરગ્રસ્તોની મુલાકાતે આવેલા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ભૂવામાં પડતા પડતાં બચ્યા હતા. ચાવડા પૂરસગ્રસ્ત વિસ્તારોમાં ફરી નુકશાનીની સમીક્ષા કરી રહ્યાં હતા ત્યારે જ એક ભૂવો પડતા માંડ માંડ બચ્યા હતા, જ્યારે આ અકસ્માતમાં ઇલેક્ટ્રોનિક મીડિયાનો એક કેમેરામેન ભૂવામાં ખાબક્યો હતો.

શહેરના છાણી વિસ્તારમાં કોંગ્રેસ નેતાઓ અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન અચાનક એક ભૂવો પડ્યો હતો. આ મુલાકાત અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોઈ સહાયતા ચુકવવામાં આવી નથી.

આ પણ વાંચો :  નવસારીઃ ભાઠામાં ફસાયેલા 35 લોકો પૈકી 30નું હેલિકોપ્ટરથી કરાયું રેસ્ક્યૂ

અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે સરકારે વડોદરામાં લાપરવાહી દાખવી હતી. આ પૂર માનસર્જીત આફત છે. ફક્ત કંટ્રોલરૂમમાં બેસી અને મોનટરિંગ કરવામાં આવ્યું છે. સરકારે પૂર બાદ પણ કેશડોલ કે અન્ય કોઈ સહાય ચુકવી નથી.


અમિત ચાવડા વડોદરા શહેરના છાણી વિસ્તારની મુલાકાત લઈ રહ્યાં હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી.

Loading...

ચાવડાની મુલાકાત સમયે પડેલા ભૂવામાં ઇલેક્ટ્રોનિક મીડિયાનો એક કેમેરામેન ઘસી પડ્યા હતા અને અમિત ચાવડાનો બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે વડોદરામાં પૂરના પાણી અનેક વિસ્તારોમાંથી ઓસર્યા નથી. શહેરમાં ખાબકેલા 20 ઇંચ વરસાદના કારણે ઠેરઠેર વિશ્વામિત્રી નદીના પાણી ધૂસી ગયા હતા અને વડોદરા જળબંબાકાર થયું હતું.

 
First published: August 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...