ડાયનાસોર મ્યુઝિયમને વિશ્વ પ્રવાસન તરીકે વિકસાવવા 10 કરોડની ગ્રાન્ટ અપાશે

દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક-ડાયનાસોર મ્યુઝિયમનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બાલાસિનોરમાં લોકાર્પણ

News18 Gujarati
Updated: June 8, 2019, 4:15 PM IST
ડાયનાસોર મ્યુઝિયમને વિશ્વ પ્રવાસન તરીકે વિકસાવવા 10 કરોડની ગ્રાન્ટ અપાશે
મહીસાગરના રૈયોલીમાં બન્યો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ડાયનોસોર પાર્ક
News18 Gujarati
Updated: June 8, 2019, 4:15 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે બાલાસિનોર તાલુકાના નાનકડા રૈયોલી ગામે દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક-ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ કર્યુ હતું.

અંદાજે સાડા છ કરોડ વર્ષ પહેલા મહિસાગર તાલુકાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામના બાવન હેકટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટી અસ્તીત્વમાં હતી. તેના જીવાશ્મ (ફોસીલ) અવશેષો થીજીને પથ્થર બની ગયેલા ઇંડા અને વિવિધ સંશોધનોને વણી લઇને વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનાવવામાં આવ્યો છે. તેને નાનકડા રૈયોલીને જીવાશ્મ સંશોધન નકશામાં અંકિત કર્યુ છે. મુખ્ય મંત્રી રૂપાણીએ આ પ્રસંગે ડાયનાસોર પાર્કને વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા માટે રૂ. 10 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો :  બારોડલીઃ વિદ્યાર્થીઓએ બનાવી અલ્ટ્રાસોનિક બ્લાઇન્ડ વોકિંગ સ્ટીક

બાલાસિનોરમાં ઉદ્યાનની સાથે અદ્યતન ટેકનોલોજીનો વિનિયોગ કરીને 10 ગેલેરી ધરાવતું સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. જે વિશ્વની ગુજરાતની અને રૈયોલી ડાયનાસોર પ્રજાતિઓની ઉદ્દભવથી વિલુપ્તિ સુધીના વિજ્ઞાન અને ઇતિહાસની જાણકારી આપશે. ગુજરાત પ્રવાસન નિગમ વિકસિત આ સ્થળ વિશ્વ પ્રવાસન નકશામાં સ્થાન પામ્યું છે.

સીએમ રૂપાણીએ વધુમાં કહ્યું કે આ મ્યુઝિયમ અને ફોસીલ પાર્કની મુલાકાત લઈને શાળાના બાળકો થી માંડી ડાયનાસૌરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવનારા તજજ્ઞો પુરાતત્વ વિદો સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો ગાથાઓ જાણવા નિહાળવા મળશે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રૈયાલીનો હવે પ્રવાસન ધામ તરીકે વિકાસ થતાં સ્થાનિક રોજગારીની તકો પણ વધશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
Loading...

આ પણ વાંચો :  ધોનીના બલિદાન ગ્લવ્સ મુદ્દે BCCI લડી લેવના મૂડમાં, લંડન જશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની ઐતિહાસિક ધરતી પર હડપ્પન સંસ્કૃતિ થી લઇ લોથલ ઘોળાવીરા થી માંડીને અનેક પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીનો પણ ઉલ્લેખ છે. ગુજરાતમાં ડાયનાસોરના અવશેષો પણ બાલાસિનોરની ધરતી પર મળ્યા છે. જેને પ્રવાસન નિગમ દ્વારા ઉજાગર કરી ગુજરાતે દુનિયાને નવું નજરાણું આપ્યું છે.
First published: June 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...