Home /News /madhya-gujarat /છોટાઉદેપુર: પતિ સાથે બોલાચાલી બાદ મહિલાએ બે દીકરી સાથે કૂવામાં ઝંપલાવ્યું, બંને માસૂમનાં મોત, મહિલાનો બચાવ
છોટાઉદેપુર: પતિ સાથે બોલાચાલી બાદ મહિલાએ બે દીકરી સાથે કૂવામાં ઝંપલાવ્યું, બંને માસૂમનાં મોત, મહિલાનો બચાવ
બે દીકરીને કૂવામાં ફેંકી માતાએ પણ ઝંપલાવ્યું.
Chhota Udepur News: રાણી બંગાલ સંકૂલમાં આવેલા એક કૂવામાં વર્ષાબેન સલાટ નામની મહિલાએ પોતાના બે સંતાનોને ફેંકી દીધા હતા. બાદમાં પોતે પણ કૂવામાં ઝંપલાવ્યું હતું.
છોટાઉદેપુર: રાજ્યમાં ફરી એકવાર હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. જેમાં એક માતાએ પોતાની બે દીકરી સાથે કૂવામાં મોતની છલાંગ લગાવી છે. બનાવમાં બંને પુત્રનાં મોત થયા છે, જ્યારે માતાનો બચાવ થયો છે. આ બનાવ છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લામાં બન્યો છે. બનાવને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 10મી એપ્રિલના રોજ દાહોદ તાલુકાના ખરોદા ગામ (Kharoda Village) ખાતે આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં એક માતાએ પોતાના બે બાળકોને કૂવામાં ફેંકી દીધા હતા. બાદમાં પોતે કૂવાના બાજુમાં આવેલા ઝાડ સાથે લટકીને આપઘાત (Suicide) કરી લીધો હતો. ફ
મળતી માહિતી પ્રમાણે રાણી બંગાલ સંકૂલમાં આવેલા એક કૂવામાં વર્ષાબેન સલાટ (Varshaben Salat) નામની મહિલાએ પોતાના બે સંતાનોને ફેંકી દીધા હતા. બાદમાં પોતે પણ કૂવામાં ઝંપલાવ્યું હતું. વર્ષાબેને સાડા ત્રણ વર્ષની દિવ્યા (Divya) અને એક વર્ષની પુત્રી અંજલી (Anjali)ને સાથે લઈને કૂવામાં ઝંપલાવી દીધું હતું.
એવી માહિતી મળી છે કે પતિ સાથે બોલાચાલી થયા બાદ વર્ષાબેન પોતાની બંને દીકરીઓ સાથે ઘરેથી નીકળી ગયા હતા અને કૂવામાં ઝંપલાવી દીધું હતું. બનાવની જાણ થયા બાદ પાલિકાએ કૂવામાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. પાલિકાએ ભારે જહેમત બાદ બંને બાળકોઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
પતિ સાથે ઝઘડા બાદ પુત્રીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વર્ષાબેને તેના પતિ ચેતન સલાટ સાથે બોલાચાલી બાદ આ પગલું ભર્યું હતું. બનાવ બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ મામલે વર્ષાબેને જણાવ્યું હતું કે, "મારો અને મારા પતિનો સામાન્ય વાતમાં ઝઘડો થયો હતો. જે બાદમાં હું બંને દીકરીઓને લઈને અહીં આવી હતી. બંને દીકરીઓને સાથે લઈને જ હું કૂવામાં કૂદી હતી."
આવો જ એક કેસ તાજેતરમાં મહારાષ્ટ્રમાં બન્યો હતો. જેમાં મુંબઈથી 100 કિલોમીટર દૂર મહાડ તાલુકાના ખારાવલી ગામે મહિલાએ ઘરકંકાસમાં પોતાના છ જેટલા સગીર સંતાનોને કૂવામાં ફેંકી દીધા હતા. તમામ મૃતક બાળકોની ઉંમર 18 મહિનાથી 10 વર્ષ વચ્ચે હતી. એવી પણ માહિતી મળી હતી કે સાસરી પક્ષના લોકોએ મહિલા સાથે મારામારી કરી હતી. જે બાદમાં મહિલાએ આવું પગલું ભર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર