Home /News /madhya-gujarat /

છોટાઉદેપુરઃ વીજળીની ફરિયાદ કરવા ગયો પતિ, ઉંઘતી પત્ની ઉપર મિત્રનું દુષ્કર્મ

છોટાઉદેપુરઃ વીજળીની ફરિયાદ કરવા ગયો પતિ, ઉંઘતી પત્ની ઉપર મિત્રનું દુષ્કર્મ

પ્રતિકાત્મક તસવીર

પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામમાં ચા નાસ્તાની દુકાન ઉપર સુતેલી મહિલા ઉપર મોડી રાત્રે પતિના મિત્રએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે.

  ન્યૂઝ18ગુજરાતીઃ દુષ્કર્મની ઘટનાઓ ગુજરાતમાં છાસવારે બનતી હોય છે ત્યારે વધુ એક ઘટના છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકામાં બની છે. જ્યાં એક મિત્ર એજ મિત્રની પત્ની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામમાં ચા નાસ્તાની દુકાન ઉપર સુતેલી મહિલા ઉપર મોડી રાત્રે પતિના મિત્રએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. પાવીજેતપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને કાદયેસરની કાર્યવાહી હાથધરી છે.

  મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામે ચા નાસ્તાની દુકાન ઉપર મોડી રાત્રે મહિલાના પતિનો મિત્ર દુકાન ઉપર આવ્યો હતો. ત્યારે વારંવાર લાઇટો ડુલ થતાં તે અંગે રજૂઆત કરવા મહિલાનો પતિ અને તેનો મિત્ર દિલીપ છીતા રાઠવા જબુગામ ગયા હતા. રાત્રીના બે વાગ્યાના અરસામાં સુસ્કાલના રહીશ દિલીપભાઇ છીતાભાઇ રાઠવાએ મહિલાના પતિને સુસ્કાલ મુકામે દુકાને છોડીને ગયો હતો.

  રાત્રીના ત્રણ વાગ્યાના અસરામાં મહિલા ભરઉંઘમાં હતી ત્યારે અંધારાનો અને મહિલાની ઊંઘનો લાભ લઇ મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ભર ઉંઘમાં ઉંઘતી મહિલા કાંઇક અજુગતું લાગતા ઉંઘમાંથી સફાળી જાગી જતા દીલિલ ત્યાંથી ભાગી ગયો હતો. તેનો પીછો કરી મહિલાએ તેને પકડીને ઓળખી લીધો હતો. પણ દિલીપ ત્યાંથી ભાગી ગયો હતો.

  આ પણ વાંચોઃ-યુવકે મિત્રની પત્ની સાથે લગ્ન કરવા માટે મિત્રની હત્યા કરી નાખી

  આ અંગે મહિલાએ પાવી જેતપુર પોલીસ મથકે આરોપી દીલિપ રાઠવા સામે ફરિયાદ નોંધાવતાપોલીસે તેની ધરપકડ કરીનેકાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Central gujarat, Chhota udaipur, Crime Story, Husband, Jetpur police station, Wife

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन