News18 Impact: રૂમડીયા ગામને મળી પીવાના પાણીની સગવડ

  • Share this:
    રાજ્યમાં એવા કેટલાએ ગામ છે જ્યાં પીવાના પાણી માટે હજુ લાંબી કતારો લગાવવી પડે છે કાં તો કેટલાએ કિલોમીટર ચાલી પાણી ભરવા જવું પડે છે. પાણીની તંગીના કારણે કેટલાએ ગામ છે જ્યાં યુવાનોના લગ્ન પણ નથી થઈ રહ્યા. આવા જ એક ગામની પાણીના દુખની કહાની ન્યૂઝ18એ પ્રસારિત કરી જેની ઈમ્પેક્ટ મળી છે.

    ફરી એક વાર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું રૂમડીયા ગામની વહારે ન્યૂજ 18 ગુજરાતી આવ્યું. ગામમાં 100 જેટલા બોર હોવા છતાં ગામ લોકો પીવા ના પાણી માટે વલખા મારતા હોવાનો અહેવાલ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારીત કરતા તંત્ર દોડતું થયું અને ગામ લોકોની પીવાની પાણીની સમસ્યા દૂર થઈ.

    વિગતે વાત કરીએ તો, કવાંટ તાલુકાના રૂમડીયા ગામમાં 100 જેટલા બોર છે, આમ છતાં ગ્રામજનો ગામના એક ખાનગી બોર પરથી પાણી મેળવી રહયા હતા. ગામની દરેક મહિલા આજે બોર પરથી પાણી મેળવી રહયા હતા, કલાકો સુધી લાઈનો મા ઉભા થયા પછી પણ કેટલીક વાર મહિલાઓને પાણી નહોતું મળતું. આ સમસ્યાને જ્યારે ન્યૂજ઼ 18 ગુજરાતીએ ઉજાગર કરી તયારે તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક સાત જેટલા બોર ગામમાં કરી આપ્યા. જોકે સાત બોરમાંથી પાંચ બોર ફેલ થયા છે, પરંતુ બે બોરમાં પાણી મળતા લોકોને પીવાના પાણીથી રાહત મળી છે, જેને લઈ ગામ લોકો ન્યૂજ઼ 18 ગુજરાતીનો આભાર માની રહયા છે.

    ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઉનાળાની સિઝનમાં કેટલાએ ગામમાં પીવાના પાણીની તંગી સર્જાતી હોય છે. દેશના મોડલ સમાજ ગુજરાત રાજ્યામાં આજે પણ એવા કેટલાએ ગામ છે, જ્યાં પીવાના પાણી માટે લોકો તરસી રહ્યા હોય. પીવાનું પાણી લેવા માટે લાંબી લાઈનમાં ઉભા રહી, જીવના જોખમે પાણી ભરવું, કેટલાએ કિમી ચાલી પાણી લેવા જવાની પરિસ્થિતિના સામાચારો મળતા હોય છે. સરકારે આવા તમામ ગામોમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરી હકીકતમાં રાજ્યને દેશનું વિકાસ મોડલ બનાવવું જોઈએ.
    Published by:kiran mehta
    First published: