Home /News /madhya-gujarat /છેવાડાના વિસ્તારો સુધી વિકાસ પહોંચ્યો હોવાનાં સરકારના દાવા પોકળ, આ ગામમાં પાણી માટે પણ વલખા
છેવાડાના વિસ્તારો સુધી વિકાસ પહોંચ્યો હોવાનાં સરકારના દાવા પોકળ, આ ગામમાં પાણી માટે પણ વલખા
સરકારના દાવા પોકળ
Water Problem In Gujarat: નથી. અહીંના લોકોની મોટામાં મોટી તકલીફ તો પીવાના પાણીની છે. ઉનાળાની શરૂઆત થતાં જ આ ગામની મહિલાઓ પીવાના પાણી માટે ડુંગરોમાંથી વહી રહેલા ઝરણાઓમાંથી પાણી મેળવે છે. હવે જ્યારે ઉનાળો આકરો થયો છે ત્યારે ઝરણામાંથી પણ પાણી ઓછું થયું છે. ઝરણામાંથી ટીપુ ટીપુ પડી રહેલ પાણી ગામની મહિલાઓ મેળવે છે.
સેહજબ ખત્રી, છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાનાં અંતરિયાળ વિસ્તાર અને ડુંગરોની હારમાળા વચ્ચે આવેલ આંબા ડુંગર ગામ કે જે ગામના પાંચ ફળિયા છે અને તેમના એક વિસ્તારવમાં તો આઝાદી ના વર્ષો બાદ પણ સરકારની પ્રાથમિક સુવિધા મળી નથી. અહીંના લોકોની મોટામાં મોટી તકલીફ તો પીવાના પાણીની છે. ઉનાળાની શરૂઆત થતાં જ આ ગામની મહિલાઓ પીવાના પાણી માટે ડુંગરોમાંથી વહી રહેલા ઝરણાઓમાંથી પાણી મેળવે છે. હવે જ્યારે ઉનાળો આકરો થયો છે ત્યારે ઝરણા0માંથી પણ પાણી ઓછું થયું છે. ઝરણામાંથી ટીપુ ટીપુ પડી રહેલ પાણી ગામની મહિલાઓ મેળવે છે.
બે બેડા પાણી મેળવવા પણ જીવનું જોખમ
ડુંગરોમાં એક એક કિમી દૂર આવેલ ડુંગરોના પાણી મેળવવા માટે જે રીતે જાય છે તે દ્રશ્યો જોતા કોઈના પણ મન કંપી ઊઠે. મહિલાઓ બે બેડા પાણી મેળવવા જીવનું જોખમ ખેડે છે. ડુંગરોના ઢોળાવો પર થઈ નીચે ખીણમાં પાણી લેવા જતી મહિલાઓનો જરા પણ પગ લપસે તો ઊંડી ખીલમાં પડી જવાની પૂરે પૂરી શક્યતા છે. જીવને જોખમમાં મૂકીને પણ બે બેડા પાણી માટે મહિલાઓ મથામણ કરી રહી છે. ઝરણામાંથી જે પાણી મળે છે તે મેળવવા કેટલીક મહિલાઓ રાત ભર પણ બેસી રહે છે. જેમને પાણી મળે તો ઠીક નહિ તો તેમને ઘરે પાછા પણ જવાનો વારો આવે છે.
ઝરણાઓમાં પણ પાણી ખૂટી જાય ત્યારે મહિલાઓ ડુંગરની અલગ અલગ જગ્યાએ જ્યા ભિનાશ જોવાય છે ત્યાં જઈ ખોદકામ કરે છે અને પાણીનું ઝરણું ફૂટે ત્યાંથી પાણી મેળવે છે. સરકાર દ્વારા નર્મદા નદીનું પાણી કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોચાડવામાં આવી રહ્યું છે. પરંતુ બે જ કિમી દૂરથી વહી રહેલ નર્મદા નદી કિનારે આવેલા આ ગામના લોકોને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ગામ કુદરતી સાનિધ્ય અને કુદરતી સૌંદર્યથી સભર ડુંગરોમાં છૂટાછવાયા મકાનો બાંધીને રહેતા આંબા ડુંગર ગામના એક વિસ્તારમાં તંત્રની જાણે નજર નથી પહોચી.
ગામના હજુ સુધી લાઈટ પણ નથી પહોચી
પ્રાથમિક સુવિધાની જો વાત કરવામાં આવે તો. આ ગામમાં આવવું હોઈ તો પથરાળ અને કાચા રસ્તે જ આવવું પડે. ગામના જે મકાનો છે તેમાં લાઈટ નથી. બાળકો માટે નથી અહીં આંગણ વાડી કે નથી અહી બાળકોને અભ્યાસ કરવા માટેની સ્કૂલ. આરોગ્ય સેવાનો પણ અભાવ છે. જો કોઈ બીમાર પડે તો તેને ઝોલો બનાવીને મુખ્ય રસ્તા સુધી લઈ જવો પડે છે. જળ એ જીવન છે પાણી વિના કોઈ પણ જીવનું જીવન અસક્ય છે જીવનું જોખમ ખેડી માંડ બે બેડા પાણી મેળવતી મહિલાઓની વ્યથાને સરકાર સમજે તે આ વિસ્તારમાં લોકોની માંગ છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર