છોટાઉદેપુર: નસવાડીની કોઠીયા નર્મદા વસાહતના રહેણાંક મકાનો અને શાળામાં અડધી રાત્રે માંડવા બ્રાન્ચ કેનાલનું પાણી ઘૂસી જતા ગ્રામજનો હેરાન થયા હતા. પશુઓનાં ચારાથી લઈને ઘરના અનાજ પણ પલળી જતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. લોકો તંત્ર સામે સવાલો કરી રહ્યા છે. મોડી રાત્રે ગામમાં કેનાલના પાણી ઘૂસી જતા લોકોને ભારે હેરાનગતીનો સામનો કરવો પડ્યો હતો.
અડધી રાત્રે વસાહતમાં પાણી ભરાઈ ગયા
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કોઠીયા નર્મદા વસાહતના રહેણાંક વિસ્તારના મકાન નજીકથી માંડવા બ્રાન્ચ કેનાલ ચોસલપુરા માઈનોર અને કોઠીયા માઇનોર કેનાલ પસાર થાય છે. જે કેનાલમાં વધુ પાણી છોડવામાં આવતો અડધી રાત્રે વસાહતમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઈ શાળા અને રહેણાંક મકાન સુધી પાણી ભરાતા ગ્રામજનો રોષ ઉઠ્યો છે. લોકોને મોડી રાત્રે પાણીનો નિકાલ કરવા માટે ભારે મહેનત કરવી પડી હતી.
નર્મદા નિગમના અધિકારીઓ ધ્યાન આપતાં ન આપતા હોવાથી વસાહતના લોકો હેરાન થયા ભારે હતા. પશુઓને ખાવાના ચારાથી લઈને અનાજ પણ પલડી ગયું હોવાનું ગ્રામજનો જણાવ્યું હતું. અધિકારીઓ દ્વારા આ બાબતે ખાસ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જેથી લોકો તંત્ર સામે સવાલો કરી રહ્યા છે. અને સાથે સાથે તે લોકો તંત્ર પર આરોપ પણ લગાવી રહ્યા છે કે, કેનાલ બાબતે તંત્ર દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવતી નથી.
નર્મદા નિગમના અધિકારીઓને અવાર નવાર આ બાબતે જાણ કરવામાં આવી છે. તેમ છતાં પણ તેઓ આ બાબતે કોઈ ધ્યાન આપતાં ન હોવાથી નર્મદા વસાહતના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નસવાડીની કોઠીયા નર્મદા વસાહતના રહેણાંક મકાનો અને શાળામાં અડધી રાત્રે માંડવા બ્રાન્ચ કેનાલનું પાણી ઘૂસી જતા ગ્રામજનો હેરાન થયા હતા. પશુનાં ચારાથી લઈને ઘરના અનાજ પણ પલળી જતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર