Home /News /madhya-gujarat /

ગુજરાતના આ ગામમાં છે આધુનિક જમાનાનો પ્રજ્ઞાચક્ષુ 'શ્રવણ'!

ગુજરાતના આ ગામમાં છે આધુનિક જમાનાનો પ્રજ્ઞાચક્ષુ 'શ્રવણ'!

આધુનિક જમાનાનો પ્રજ્ઞાચક્ષુ 'શ્રવણ' રમેશ ભીલ

આંખે દેખતા લોકોને પણ શરમાવે તે રીતે વૃદ્ધ માતા-પિતાની સેવા કરી રહ્યો છે રમેશ

સેહજાબ ખત્રી, છોટા ઉદેપુર: જિલ્લાના નસવાડી તાલુકાના કુકરડા ગામના ડુંગર વિસ્તારમાં રહે છે, આધુનિક જમાનાનો પ્રજ્ઞાચક્ષુ શ્રવણ. જે તેમના વૃદ્ધ માતા-પિતાની સેવા કરી રહ્યો છે.

'ભૂલો બીજુ બધુ, મા-બાપને ભૂલશો નહીં' આ પંક્તિને ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યો છે, છોટા ઉદેપુરના કુકરડા ગામનો પ્રજ્ઞાચક્ષુ રમેશ ભીલ. જે આંખે દેખતા લોકોને પણ શરમાવે તે રીતે વૃદ્ધ માતા-પિતાની સેવા કરી રહ્યો છે. જેમાં,
મા-બાપની દેખરેખ રાખવી, દૂરથી પાણી ભરવા જવુ, ઘરના સમારકામ જેવા તમામ કામ તે કરે છે.

આ કુકરડા ગામની વસ્તી ૫ હજારની છે. ગામના ભૂતપૂર્વ સરપંચ કહે છે કે, રમેશના રૂપમાં તેના મા-બાપને શ્રવણ મળ્યો છે. જે, પ્રજ્ઞાચક્ષુ છે, પરંતુ મા-બાપની જબરદસ્ત સેવા કરે છે અને સાથે તમામ કામ પણ કરે છે.

કુંકરડા ગામનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે. અહીં, જીવનની પ્રાથમિક જરૂરિયાત મેળવવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. જો કે, રમેશ, આ તમામ પડકારોનો સામનો કરીને, મા-બાપને ઓછામાં ઓછું કષ્ટ પડે તેનુ ધ્યાન રાખે
છે અને તેમની સેવા કરે છે.
First published:

Tags: Shravan, Video, અંધ

આગામી સમાચાર