વાઈબ્રન્ટ સમિટઃગુજરાતી પરંપરામાં એરપોર્ટ પર કરાશે મહેમાનોનું સ્વાગત

VINOD LEUVA | Pradesh18
Updated: January 5, 2017, 5:05 PM IST
વાઈબ્રન્ટ સમિટઃગુજરાતી પરંપરામાં એરપોર્ટ પર કરાશે મહેમાનોનું સ્વાગત
અમદાવાદઃ ગુજરાતનુ ભવિષ્ય ઉજ્જવળ બને અને ગુજરાતના યુવાનોને રોજગારી મળે તેમજ ગુજરાતનો ગ્રોથ રેટ વધે તે માટે સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટનુ આયોજન કરવામાં આવ્યુ છે.અને વાઈબ્રન્ટ સમિટમાં મોટી સંખ્યામાં લોકો આવવાના છે.જેને લઈ સરકાર દ્વારા માઈક્રોલેવવ પર પ્લાનિંગ કરવામાં આવ્યુ છે.
VINOD LEUVA | Pradesh18
Updated: January 5, 2017, 5:05 PM IST
અમદાવાદઃ ગુજરાતનુ ભવિષ્ય ઉજ્જવળ બને અને ગુજરાતના યુવાનોને રોજગારી મળે તેમજ ગુજરાતનો ગ્રોથ રેટ વધે તે માટે સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટનુ આયોજન કરવામાં આવ્યુ છે.અને વાઈબ્રન્ટ સમિટમાં મોટી સંખ્યામાં લોકો આવવાના છે.જેને લઈ સરકાર દ્વારા માઈક્રોલેવવ પર પ્લાનિંગ કરવામાં આવ્યુ છે.


ઘરે પ્રસંગ હોય અને તૈયારીઓ ચાલતી હોય તેમજ ગુજરાતના આંગણે વાઈબ્રન્ટ સમિટનો પ્રસંગ છે.આ સમિટમાં મોટી સંખ્યમાં દેશ વિદેશથી લોકો આવવાના છે.જેને લઈ અમદાવાદ શહેરને દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો છે.જો કે વાઈબ્રન્ટ સમિટમાં આવતા અતિથિઓને આવકારવા માટે સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.અમદાવાદ એરપોર્ટ પર વાઈબ્રન્ટને લઈ બેઠક મળી હતી.બેઠકમાં શહેરીવિકાસ પ્રધાન શંકર ચૌધરી,એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર,કલેક્ટર અવંતિકા સિંઘ,સહિત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અને એરપોર્ટ પર આવનાર વીવીઆઈપીની સ્વાગત માટે અને સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી.વીવીઆઈપીના આગમન સમયે ગુજરાતની પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવશે.તેમજ 20 જેટલી રાસ મંડળી દ્વારા સ્વાગત કરવામાં આવશે.વાઈબ્રન્ટ સમિટના 18 સહયોગી દેશોના પ્રતિનિધીઓ તેમજ 1500 જેટલા ડેલિગેશનો,1400 વીવીઆઈપી તેમજ 20 હજાર લોકોએ વાઈબ્રન્ટ સમિતમાં આવવાના છે.ત્યારે અમદાવાદ ઓરપોર્ટ પર આગમન થયા બાદ ગંતવ્ય સ્થાન સુધી પહોચાડવા માટે ક્લાસ વન અધિકારીઓને જવાબદારી સોપવામાં આવી છે.તો એરપોર્ટની અંદર અને બહાર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરાશે.જો કે વાઈબ્રન્ટ સમિટમાં 60 જેટલા વિશેષ વિમાનો દ્વારા મહેમાનો આવવાના છે.

પરંતુ અમદાવાદ એરપોર્ટ પર 11 વિશેષ વિમાનના પાર્કિંગની વ્યવસ્થા છે.ત્યારે 11 થી વધુ આવતા વિશેષ વિમાનોને રાજકોટ,વડોદરા,સુરત સહિતના એરપોર્ટ પર પાર્કિંગ માટે મોકલી દેવામાં આવશે.તેમજ વાઈબ્રન્ટ સમિતમાં આવનાર લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે.સાથે સાથે એરપોર્ટ પર આવતા જતા પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તેની પણ કાળજી રાખવામાં આવશે.


વાઈબ્રન્ટ સમિટના 18 સહયોગી દેશો લેશે ભાગ

વાઈબ્રન્ટ સમિટમાં 1500 જેટલા ડેલિગેશનો આવશે

1400 જેટલા વીવીઆઈપી આવશે વાઈબ્રન્ટ સમિટમાં

ભાજપ શાસિત રાજ્યના મુખ્યપ્રધાનો પણ આવશે અમદાવાદ

અંદાજીત 60 જેટલા વિશેષ વિમાનો આવશે

અમદાવાદ એરપોર્ટ પર 11 વિશેષ વિમાનો માટે પાર્કિંગની વ્યવસ્થા

વિશેષ વિમાનને પાર્કિંગ માટે રાજકોટ,વડોદરા સહિત અન્ય એરપોર્ટ પર મોકલાશે


 
First published: January 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर