વડોદરાઃ કેરોસીનના વેપારી પાસે 50હજારનો તોડ કરવા ગયેલા પાંચ સામે કેસ

વડોદરાઃવડોદરામાં એક રેશનીંગની દુકાન ચલાવતા યુવક પાસે રૂ.50 હજારની ખંડણી માગતા પાંચ સામે ફરિયાદ નોધાઇ છે. જ્યારે સામે પાંચે જણાઓએ રેશનીગ દુકાનદાર પર પણ ક્રોસ ફરિયાદ કરી છે.

વડોદરાઃવડોદરામાં એક રેશનીંગની દુકાન ચલાવતા યુવક પાસે રૂ.50 હજારની ખંડણી માગતા પાંચ સામે ફરિયાદ નોધાઇ છે. જ્યારે સામે પાંચે જણાઓએ રેશનીગ દુકાનદાર પર પણ ક્રોસ ફરિયાદ કરી છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:

વડોદરાઃવડોદરામાં એક રેશનીંગની દુકાન ચલાવતા યુવક પાસે રૂ.50 હજારની ખંડણી માગતા પાંચ સામે ફરિયાદ નોધાઇ છે. જ્યારે સામે પાંચે જણાઓએ રેશનીગ દુકાનદાર પર પણ ક્રોસ ફરિયાદ કરી છે.

bar patrakar tod1

વડોદરામાંદિન દયાળ રાહત ભંડોળ નામની રેશનીંગની દુકાન ચલાવતા વેપારીના ત્યાં કામ કરતા રીક્ષા ડ્રાઈવર પપ્પુ ખટીક ગઈ કાલે બપોરના સમયે પ્રતાપનગર બ્રીજ નીચે કેરોસીન ભરાવવા ગયા હતા ત્યારે કહેવાતા છ પત્રકારો ત્રણ બાઈક પર ધસી આવી કેમેરાથી શુંટીગ શરૂ કરી દીધુ હતુ.વેપારી પપ્પુ ખટીકે આરોપી પત્રકારોને કેરોસીનનું પાકુ બીલ બતાવ્યા બાદ પણ પત્રકારોએ વેપારીને ધાક ધમકી આપી 50 હજારની ખંડણી માંગી હતી.

આખરે વેપારી પપ્પુએ કહેવાતા પત્રકારો રોકી ગોડીયા, વિશાલ ઉર્ફે વિકકી કહાર, આશીષ કહાર, વિશ્વાસ વાનખેડે, રાકેશ કહાર અને વિકાસ શર્માને 17 હજાર રૂપિયા આપ્યા પરંતુ કહેવાતા પત્રકારોને 17 હજાર રૂપિયાથી સંતોષ ન થતા વેપારીને ગાળો ભાંડવા લાગ્યા જેને કારણે વેપારીના અન્ય સાગરીતો દોડી આવી કહેવાતા પત્રકારો સાથે મારા મારી કરી હતી.સમગ્ર મામલે વેપારીએ કહેવાતા પત્રકારો સામે મકરપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

લોકન ચેનલ અને પેપરમાં કામ કરતા કહેવાતા તોડબાજ પત્રકારોએ પણ વેપારી પપ્પુ ખટીક, શંકર ખટીક, સુરેશ ખટીક, સુભાષ ખટીક, મદન ખટીક, વિનોદ ખટીક અને દિપક ખટીક સામે માર મારવાની ફરિયાદ નોંધાવી હતી.તેમજ વેપારીઓએ કેમેરા તોડી નાખ્યા હોવાનું પણ પોલીસને જણાવ્યુ હતુ.પોલીસે તમામ વેપારી અને કહેવાતા પત્રકારોની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે કે કહેવાતા તોડબાજ પત્રકારોની ટોળકી સામે શહેરમાં અન્ય પોલીસ મથકોમાં પણ ખંડણી અને ધાક ધમકી ના ગુના નોંધાયેલા છે.
First published: