છોટા ઉદેપુરઃછોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રંગપુર ખાતે આવેલ યુનિયન બેંકમાં આજે અચાનક આગ લાગી હતી. આગને કારણે બેન્કની તમામ સામગ્રી બળીને ખાખબની ગઇ હતીત કમ્પ્યુટર સહિતની સામગ્રી તેમ જ મહત્વના દસ્તાવેજો પણ નાશ પામ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રંગપુર આશ્રમ ખાતે આવેલ યુનિયન બેંક ઓફ ઈંડીયાની શાખામા લાગેલી આગને મહા મહેનતે ફાયર બ્રીગેડના જવાનોએ કાબુમા લીધી હતી, જોકે આગને કારણે બેંકની અંદર આવેલ એ ટી એમ મશીન સહિત બેંકના ચાર કોમ્પ્યુટર પ્રીંટર અને અન્ય ફર્નીચર તેમજ તમામ ડોક્યુમેંટ બળીને ખાક થઈ ગયા હતા.
એટીએમ મશીનમા કેશ ન હતી. જ્યારે સ્ટ્રોંગરુમમા મુકેલ કેશ સલામત હોવાનુ અને આગ લાગવા પાછળનુ ચોક્કસ કારણ હજુ જાણી શકાયુ નથી. તેમજ આગને કારણે થયેલ નુકશાનની ચોક્કસ ગણતરી પણ કરી શકાઈ નથીતેમ બેંક મેનેજરે જણાવ્યુ હતુ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: અકસ્માત, નુકશાન, ફાયર ફાઇટર, રોકડ રકમ