છોટાઉદેપુરઃ 144 બોટલ વિદેશી દારૂ સાથે વડોદરાના બે પોલીસ કર્મી ઝડપાયા

News18 Gujarati
Updated: November 18, 2018, 2:57 PM IST
છોટાઉદેપુરઃ 144 બોટલ વિદેશી દારૂ સાથે વડોદરાના બે પોલીસ કર્મી ઝડપાયા
પ્રતિકાત્મક તસવીર

છોટાઉદેપરુમાં બે પોલીસ કર્મચારીઓ વિદેશી દારૂ સાથે ઝડપાયા છે

  • Share this:
અલ્લારખ્ખા પઠાણ, છોટાઉદેપુર

ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ બેરોકટોક દારૂનું વેચાણ થઇ રહ્યું છે. બૂટલેગરો દારૂનો વેપલો કરતા પકડા તો નવાઇ નહીં પરંતુ હદ તો ત્યારે થાય જ્યારે ખુદ પોલીસ દારૂ સાથે ઝડપાઇ છે. છોટાઉદેપરુમાં બે પોલીસ કર્મચારીઓ વિદેશી દારૂ સાથે ઝડપાતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુરમાં કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે ચેકિંગ હાથધર્યું હતું. આ દરમિયાન સ્વીફ્ટ કારમાંથી વિદેશ દારૂ મળી આવ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે પકડાયેલા બે પોલીસ કર્મચારીઓ વાડી પોલીસ મથકના પોલીસ કોન્ટબલ દિપક ગોડાવલી અને સંજય બારોટ છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે તેમની સ્વીટ કારમાંથી રૂ. 12,960 કિંમતનો 144 બોલટ દારૂ મળી આવ્યો હતો. આમ છોટાઉદેપુર પોલીસે કુલ 4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
First published: November 18, 2018, 2:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading