છોટાઉદેપુરઃ બહેનની સહેલી પર ભાઈએ દુષ્કર્મ, બંને સગીરાએ પીધું ઝેર

પ્રતિકાત્મક તસવીર

બોડેલી પાસેના ગામમાં એક બે સગીરાઓએ ઝેરી દવા પીધી હોવાની ઘટના બની હતી.

 • Share this:
  અલ્લારખા પઠાણ, છોટાઉદેપુર

  ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ છાસવારે બને છે. આવી જ એક ઘટના છોટાઉદેપુર જિલ્લામાં બની છે. દુષ્કર્મ બાદ સગીરા અને તેની બહેનપણીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, બંને યુવતીઓને સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

  મળતી માહિતી પ્રમાણે બોડેલી પાસેના ગામમાં એક બે સગીરાઓએ ઝેરી દવા પીધી હોવાની ઘટના બની હતી. બંને સગીરાઓને સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રામાણે બંને યુવતીઓની ઝેર પીવા પાછળનું કારણે બંને પૈકી એક સગીરા ઉપર થયેલું દુષ્કર્મ હતું.

  બે યુવતીઓ બહેનપણી છે. અને બંને પૈકી એક યુવતીના મામાના દીકરાએ બીજી યુવતીને ઝંડ હનુમાનના દર્શન કરવા લઇ જવાનું બહાનું બતાવીને તેની પર દુષ્કર્મ કર્યું હતું. આ અંગે પીડિતાએ પોતાની બહેન પણી સાથે વાત કરતા તેને દુઃખ થયું હતું કે, તેના મામાના દિકરાએ સહેલી સાથે આવું કામ કર્યું.

  આમ બંને યુવતીને લાગી આવતા બંનેએ આજે સોમવારે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, પરિવારજનોએ બંનેને સારવાર અર્થને વડોદરા હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં બંનેની સારવાર ચાલે છે.
  Published by:ankit patel
  First published: