છોટાઉદેપુર: યુવતીને ઘરે બોલાવી નબીરાએ મા-બાપની મીલિભગતથી દુષ્કર્મ આચર્યું, Video બનાવી વાયરલ કર્યો

છોટાઉદેપુર: યુવતીને ઘરે બોલાવી નબીરાએ મા-બાપની મીલિભગતથી દુષ્કર્મ આચર્યું, Video બનાવી વાયરલ કર્યો
આરોપી

યુવતીએ બચવા માટે બૂમા બૂમ કરી, પણ નીચેના રૂમમાં બેસેલા તેના માં બાપે તેના દીકરાની કરતૂતને ના રોકી. નરાધમે યુવતીને નિર્વસ્ત્ર કરી જબરદસ્તી દુશ્કર્મ ગુજાર્યું.

 • Share this:
  શેહજાબ ખત્રી, છોટાઉદેપુર : જિલ્લાના બોડેલી ટાઉનમાં એક ચકચારી કિસ્સો બન્યો જેમાં એક નિર્દોષ યુવતીને ફેસબૂક ફ્રેન્ડ બનાવી વિકૃત માનસિકતા ધરાવતા યુવકે તેની સાથે દુસ્કર્મ આચર્યું. નરાધમે હદ તો ત્યારે વટાવી જ્યારે તેણે આચારેલા કૃત્યનો વિડીયો યુવતીના જ ફેસબુક પર ઉપલોડ કરી દીધો. યુવતીએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતા યુવક અને તેના માતા પિતાની ધરપકડ કરવામાં આવી છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, બોડેલી ટાઉનમાં રહેતા ધ્રુવ કામાલીયાએ તા 26-1-20ના રોજ ફેસબુકના એકાઉન્ટ પર યુવતી પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી, અને ત્યાર બાદ ધ્રુવે યુવતીનો મોબાઈલ નંબર લીધો હતો. ફોન નંબર મળતા તે ફોન પર વાતચીત કરવા લાગ્યો હતો અને મિત્રતા કેળવળા હવે ધ્રુવ કામાલીયા તેના ઘરે આવવા જણાવતો. જોકે યુવકની વાતચીત ઉપરથી યુવકની માનસિકતા વિશે ખ્યાલ આવી ગયો હતો. જોકે, ફોન પર વાત કરવાનું બંધ કરતાં આ યુવક તેને મેસેજ કરતો જેથી યુવતી પરેશાન થઈ ગઈ હતી. કંટાળીને એક દિવસ યુવતી તેના ઘરે તેને સમજાવવા ગઈ હતી. ત્યારે આ યુવકે કહ્યું, તું મને પસંદ છે અને તારી સાથે પ્રેમ સબંધ બાંધવા માગુ છું. આ વાત સાંભાળતા જ યુવતી ગુસ્સે થઈ ગઈ અને જણાવી દીધુ કે, હું તારી સાથે આવો કોઈ સબંધ બાધવા તૈયાર નથી. આમ કહી યુવતી ત્યાંથી જતી રહી. પણ આ યુવકે તેનો પીછો છોડ્યો નહી અને સતત મેસેજ કરતો રહ્યો અને ફોન પણ કરતો અને કહેતો કે જો તું મને મારા ઘરે મળવા નહી આવે તો તારા માં બાપને આપણે કરેલ વાતચીત જણાવી દઇશ અને તારું ભણવાનું પણ બંધ કરાવી દઇશ. બસ આ વાતથી યુવતી ડરી ગઈ અને એક દિવસ તેના ઘરે તેને સમજાવવા પહોંચી ગઈ.  નવસારી: એક જ દિવસમાં બે બળાત્કાર, ત્રણ પીતરાઈ ભાઈએ બહેનને પીંખી

  નવસારી: એક જ દિવસમાં બે બળાત્કાર, ત્રણ પીતરાઈ ભાઈએ બહેનને પીંખી

  ધુવ કામાળીયાના પિતા સ્ટેમ્પ વેન્ડર છે અને બિલ્ડર પણ છે. સારી એવી શાખ પણ તેઓ ધરાવે છે, જ્યારે યુવતી તેને ફરી સમજાવવા આવી ત્યારે ધુવના માતા પિતા તેના ઘરે હતા. યુવતી ઘરે આવતા જ તે તેના મકાનના ઉપરના ભાગે લઈ ગયો. યુવતીએ તેને હેરાન ના કરે તે બાબતે સમજાવવાની ઘણી કોશિસ કરી, પણ ધ્રુવના માથે સેતાન સવાર હતો, તેને ગાળો બોલી માર માર્યો. એટ્લેથીના માન્યો રૂમનો દરવાજો બંધ કરી દીધો. જોકે, તુરંત યુવતીએ બચવા માટે બૂમા બૂમ કરી, પણ નીચેના રૂમમાં બેસેલા તેના માં બાપે તેના દીકરાની કરતૂતને ના રોકી. નરાધમે યુવતીને નિર્વસ્ત્ર કરી જબરદસ્તી દુશ્કર્મ ગુજાર્યું. આટલું જ નહીં, યુવતીની જાણ બહાર મોબાઈલમાં વિડીયો ઉતાર્યો. ત્યારબાદ યુવકે તેને ધમકી આપી કે, જો આ વાતની જાણ કોઈને પણ કરી તો તને બદનામ કરી નાખીશ. યુવતી તેના ઘરે જતી રહી જે બન્યું તેની વાત કોઈને ના કરી છતાં ફરીથી તેના ઘરે બોલાવવા માટે, તેને ધમકી આપવાનું ચાલુ રાખ્યું.

  બનાવ બાદ એક માસ બાદ યુવતીની બહેન અને તેના વોટ્સ એપ પર એક વિડીયો આ નરાધમે મોકલ્યો કે જે વિડીયો તેના ઉપર જે દુસ્કર્મ ગુજર્યુ હતું તે વખત નો હતો. યુવતીએ પોતાની બદનામી ના થાય તેને લઈ તેને તેના માતા પિતા કે પોલીસમાં જાણ ના કરી. આખરે તા 2-10-20 ના રોજ ધુવ કમાલિયાએ યુવતીનું ફેસબુક એકાઉન્ટ હેક્ કર્યું અને યુવતીના ફેસબુક ઉપર તેના વસ્ત્રહિન વિડીયો અપલોડ કરી દીધો. પહેલાજ તેની બહેને વિડીયો જોયો અને ત્યારબાદ તેના કેટલાક મિત્રોના ફોન આવ્યા કે તારા એકાઉન્ટ પર તારા ખરાબ વિડીયો છે. તરત જ વિડીયો ડિલીટ કરી દીધા પણ યુવતીના માતા પિતાને આ વાતની જાણ થઈ ગઈ. માતા પિતા ધ્રુવના ઘરે ગયા તો ધુવના પિતા હરીશ કામલીયા અને તેની માતા ચારુ કામલીયાએ ધમકી આપતા જણાવ્યુ કે, જો મારા છોકરા વિરુદ્ધ કે પોલીસમાં જાણ કરી તો તમને જાનથી મરાવી નાખીશ,

  જોકે, યુવતીના પિતા ધુવના માતા પિતાની ધમકીથી ડર્યા વગર ન્યાય માટે પોલીસ સ્ટેશને પહોચ્યા અને ધ્રુવ તથા તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોધાવી. ફરિયાદ નોંધાતાજ ઘરના તમામ સભ્યો ફરાર થઈ ગયા. પોલીસ એક્શનમાં આવી ગઈ અને અલગ અલગ ટીમો બનાવીને આ પરિવારને પકડી પાડવા માટે શોધ ખોળ આરંભી અને આઠ દિવસ બાદ તેઓ અમદાવાદથી ઝડપાઈ ગયા.
  Published by:kiran mehta
  First published:October 10, 2020, 19:49 pm

  ટૉપ ન્યૂઝ