પીપેલદીમાં જમીનનો હિસ્સો માગતા ભત્રીજાઓએ કાકાને ઉતાર્યા મોતને ઘાટ

News18 Gujarati | Pradesh18
Updated: February 13, 2016, 2:22 PM IST
પીપેલદીમાં જમીનનો હિસ્સો માગતા ભત્રીજાઓએ કાકાને ઉતાર્યા મોતને ઘાટ
છોટાઉદેપુરઃ જિલ્લાના કવાંટ તાલુકાના પીપેલદી ગામે પોતાના હિસ્સાની જમીન નામે કરી આપવાનુ કહેનાર કાકાને તેના જ ભત્રીજાઓએ મોત ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના બની છે .

છોટાઉદેપુરઃ જિલ્લાના કવાંટ તાલુકાના પીપેલદી ગામે પોતાના હિસ્સાની જમીન નામે કરી આપવાનુ કહેનાર કાકાને તેના જ ભત્રીજાઓએ મોત ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના બની છે .

  • Pradesh18
  • Last Updated: February 13, 2016, 2:22 PM IST
  • Share this:
છોટાઉદેપુરઃ જિલ્લાના કવાંટ તાલુકાના પીપેલદી ગામે પોતાના હિસ્સાની જમીન નામે કરી આપવાનુ કહેનાર  કાકાને તેના જ  ભત્રીજાઓએ મોત ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના બની છે .

કવાંટ તાલુકા ના પીપેલદી ગામે રહેતા નરજી કરશન રાઠવાની વડીલો પાર્જીત જમીન તેના નામે થઈ ન હતી.જેથી નરજી રાઠવા વારંવાર પોતાના હિસ્સાની જમીન પોતાના નામે કરી આપવા તેના ભાઈ અને ભત્રીજાઓને કહેતો હતો પરંતુ નરજીના હિસ્સા ની જમીન પચાવી પાડવાનો મનસુબો ધરાવતા નરજીના ભત્રીજાઓ નરજીની વાત ને ધ્યાને લેતા ન હતા અને વારંવાર તેની સાથે ઝગડા કરતા હતા, બે પત્નિ ધરાવતા નરજી પોતાના પરિવાર ના ભવિષ્ય માટે ચિંતિત હતા અને વારંવાર  જમીન મેળવવા પોતાના ભત્રીજાઓ ને કહેતા હતા.

છ્તા ભત્રીજાઓ ને કોઈજ ફરક પડતો ન હતો.  ગત 8 મી ફેબ્રુઆરી ના દીવસે સવાર મા નરજી ની એક પત્નિ કવાંટ ગામમા ખરીદી કરવા ગઈ હતી , જ્યારે બીજી પત્નિ મનકી ઘરેજ હતી , ખેતરે જવા નરજી રાઠવા સાથે પોતાના ભત્રીજાઓ ઝગડો ન કરે તે માટે નરજી રાઠવા ની પાછળ પાછળ તેની બીજી પત્નિ પણ ખેતરે જવા ચાલી પડી હતી  ત્યારે રસ્તામા આવતા પોતાના ભત્રીજાના ખેતર મા નરજીએ  ફરી પોતાની  જમીન નામે કરી આપવા જણાવતા ઉશ્કેરાયેલા ત્રણેય ભત્રીજાઓ એ નરજી ઉપર કરી જીવલેણ હુમલો કર્યો હતો.

નરજીના ભત્રીજા તનસિંગ રાઠવા એ લોખંડ ની પાઈપ નરજી ના માથમા મારી દીધી અને અન્ય બે ભત્રીજા ઓ ગમસિંગ તથા રણેસિંગે નરજીના પેટમા લાતો મારી તેને અધમુવો કરી નાંખ્યો હતો. નરજીના લાચાર પત્નિ પોતાની નજર સમક્ષ પોતાના પતિ ને મારી રહેલા આ ત્રણેય ભત્રીજાઓ ને કાકલુદી કરતી  રહી પરંતુ ભત્રીજાઓએ કાકીને પણ જાનથી મારી નાંખવાનુ કહેતા લાચાર બની માત્ર તમાસો જોતી રહીહતી.

નરજી ની પત્નિ નમલી એ પોલીસને  બનાવ ની જાણ  કરતાજ પોલીસે  ત્રણેય ભત્રીજાઓ સામે જાન થી મારી નાંખવાની કોશીસ નો ગુનો દાખલ કરી લીધો હતો, પરંતુ સારવાર દરમિયાન નરજી નુ મોત થતા પોલીસે હત્યા ના ગુનાનો ઉમેરો કરી ભાગી ગયેલા ત્રણેય આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા,
First published: February 13, 2016, 2:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading