Home /News /madhya-gujarat /છોટાઉદેપુર: ધસમસતા પાણીના પ્રવાહમાંથી નીકળી અંતિમ યાત્રા, વીડિયો વાયરલ

છોટાઉદેપુર: ધસમસતા પાણીના પ્રવાહમાંથી નીકળી અંતિમ યાત્રા, વીડિયો વાયરલ

છોટાઉદેપુર જિલ્લામાં ભીલપુર ગામે કુલ ત્રણ હજાર જેટલી વસ્તી આવેલી છે.

આ મામલે ગામના સ્થાનિક લોકોનું કહેવું છે કે, સ્મશાન નદીની સામેના છેડે ખુલી જગ્યામાં હોવા છતા અહીં સ્મશાન ઘર બનાવવા દેતા નથી. જેના કારણે આદિવાસી સમાજના લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ સામા છેડે અંતિમ યાત્રા લઇ જવા મજબુર બન્યા છે.

વધુ જુઓ ...
ગુજરાત મેઘરાજા ધોધમાર વરસ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી વિરામ લીધો છે ત્યારે નદીઓમાં ઉપરવાસમાં પાણીની આવક થઇ રહી છે. આવામાં સોશિયલ મીડિયામાં તારાજીના ઘણા દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે. ક્યાંક રોડ રસ્તા તૂટી જવાના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે તો ઘણા સ્થળો એ હજુ પણ વરસાદી પાણી ઓસરાયા નથી પરંતુ આ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર ગામે એની નદીમાંથી જીવના જોખમે લોકો અંતિમ યાત્રા લઈ નદી પસાર કરતા હોવાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ખરેખરમાં ભીલપુર ગામે સ્મશાનની જગ્યાના ફાળવતા નદી પસાર કરી સામે છેડે અંતિમયાત્રા લઈ જવા લોકો મજબૂર બન્યા છે. લોકો જીવના જોખમે અંતિમ યાત્રા માટે ઉફણતી નદીમાંથી પસાર થઇ રહ્યા છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.



તમને જણાવી દઇએ કે, છોટાઉદેપુર જિલ્લામાં ભીલપુર ગામે કુલ ત્રણ હજાર જેટલી વસ્તી આવેલી છે. રાઠવા કોળી સમાજની સ્મશાન ઘાટ નદીના સામા છેડે આવેલું હોવાથી જોચોમાસાની ઋુતુમાં ગામમાં કોઈ વ્યક્તિનું અવસાન થાય તો તેને અગ્નિદાહ આપવા માટે ઉફણતી નદીમાંથી જીવના જોખમે સામેના છેડે જવું પડે છે. ત્રણ દિવસ પહેલા ઉપરવાસમાં વરસાદ પડ્યો હતો તેથી નદી બે કાંઠે વહી રહી હતી ત્યારે જ ગામના એક વ્યક્તિનું અવસાન થતા અગ્નિદાહ આપવા માટે કમર સુધીના પાણીમાં અંતિમ યાત્રામાં લોકો પસાર થવા મજબુર બન્યા હતા.

આ પણ વાંચો- આબુ રોડ પર કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 6 લોકોના મોત

આ મામલે ગામના સ્થાનિક લોકોનું કહેવું છે કે, સ્મશાન નદીની સામેના છેડે ખુલી જગ્યામાં હોવા છતા અહીં સ્મશાન ઘર બનાવવા દેતા નથી. જેના કારણે આદિવાસી સમાજના લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ સામા છેડે અંતિમ યાત્રા લઇ જવા મજબુર બન્યા છે.
First published:

Tags: Chotaudepur, ગુજરાત, છોટા ઉદેપુર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો