Home /News /madhya-gujarat /Beauty of Nature: સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી માત્ર 20 થી 25 કિમી દૂર આવેલું છે અદ્ભૂત કુદરતી સૌંદર્ય
Beauty of Nature: સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી માત્ર 20 થી 25 કિમી દૂર આવેલું છે અદ્ભૂત કુદરતી સૌંદર્ય
આ દ્રશ્ય જેટલું સુંદર છે અહીં પહોંચવા માટેનો રસ્તો પણ તેટલો જ સુંદર છે.
અદ્ભૂત અને આહ્લાદક દ્રશ્યોનો અનુભવ લોકો લઈ શકે તે માટે સ્થાનિકો પણ સારા રસ્તાની માગ કરી રહ્યા છે. જો કે પ્રકૃતિ પ્રેમીઓ તો કુદરતના ખોળે વસેલા ખરાબ રસ્તાનો પણ આનંદ લૂંટતા જોવા મળે છે.
સેહજબ ખત્રી, છોટાઉદેપુ: સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) જતા પ્રવાસીઓ માટે પ્રકૃતિના સૌદર્ય (Beauty of Nature)ને નિહાળવાની એક ખુબ જ અદ્ભુત અને કુદરતી જગ્યા છે. જેના વિશે કેટલાક પ્રવાસીઓ અજાણ હશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) થી માત્ર 20થી 25 કિમી દૂર આવેલું અદ્ભૂત કુદરતી સૌંદર્ય નિહાળવાનું ચૂકતા નહીં. જો કે મોટા ભાગના પ્રવાસીઓ આ છુપાયેલા સૌંદર્યથી અજાણ જ રહી જાય છે.
જો આપ ગુજરાત (Beauty of Gujarat)માં એક-બે દિવસ ફરવા જવા ઈચ્છો છો તો આ જગ્યા ખાસ તમારા માટે છે. કુદરતનું સૌંદર્ય, લીલીછમ ચાદરમાં ઢંકાયેલા પહાડો અને ખળ-ખળ વહેતા ઝરણા. આવું સ્વર્ગ જેવું સૌંદર્ય છોટાઉદેપુર (Chotaudaipur) નસવાડી (Nasvadi) ના કુકરદા ગામ પાસે આવેલું છે.
આ દ્રશ્ય જેટલું સુંદર છે અહીં પહોંચવા માટેનો રસ્તો પણ તેટલો જ સુંદર છે. રસ્તા પર પહાડોના ચડાણ ઉતાર, નાના વેકળાઓ અને લીલીછમ વનરાઈઓ વચ્ચેથી પસાર થવાનો આહ્લાદક નજારો અહીં જોવા મળે છે. પરંતુ આ રસ્તે આપ ટુ-વ્હિલર લઈને જ જઈ શકો છો. કેટલાક લોકો માટે આ રસ્તો સુંદર અનુભવ જેવો છે પરંતુ કેટલાક આ રસ્તાની કઠિનિઈઓ જોઈને પાછા જતા રહે છે જેને લઈ અહીં પ્રવાસીઓનો ધસારો ઓછો રહે છે.
અદ્ભૂત અને આહ્લાદક દ્રશ્યોનો અનુભવ લોકો લઈ શકે તે માટે સ્થાનિકો પણ સારા રસ્તાની માગ કરી રહ્યા છે. જો કે પ્રકૃતિ પ્રેમીઓ તો કુદરતના ખોળે વસેલા ખરાબ રસ્તાનો પણ આનંદ લૂંટતા જોવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર