છોટાઉદેપુરમાં વરસાદના કારણે નદીઓ વહી, પાવીજેતપુરમાં તણાયેલા ટેન્કરનો Video Viral

છોટાઉદેપુરના પાવી જેતપુરમાં વરસાદના પાણીમાં ટેન્કર તણાયું

Gujarat Rains: પંચમહાલ-છોટાઉદેપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સૂકી નદીઓ બની ગાંડીતૂર જુઓ આ વાયરલ વીડિયો

  • Share this:
    સેહજબ ખત્રી, છોટાઉદેપુર : હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે (Gujarat Weather forecast) ખાસ કરીને આજે દિવસ દરમિયાન મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે (Central Gujarat Rains) મધ્ય ગુજરાતમાં ચોમાસામાં વરસેલા વરસાદના પગલે નદીઓ ગાંડીતૂર બની છે. મધ્ય ગુજરાતના છોટાઉદેપુર (Chhotaudepur) પંચમહાલ (Panchmahal)ને મેઘરાજાએ તરબોળ કર્યા છે. અહીંયા બંને જિલ્લાના તમામ તાલુકામાં વિપૂલ પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. આ વરસાદમાં છોટાઉદેપુરના કલવાલ ગામનો એક વીડિયો વાયરલ (Viral Video of Tanker Stranded in Rains) થયો છે જેમાં એક ટેન્કર વરસાદના પાણીમાં તણાયું છે.

    આ વીડિયો છોટા ઉદેપુરના પાવીજેતપુરના કલવાલ ગામનો છે. અહીંયા પાણીના પ્રવાહમાં એક ટેન્કર તણાયું છે. ગ્રામજનોએ તણાતા ટેન્કરનો રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે લોકો ખાસ સફળ ન થયા. છોટાઉદેપુરના બોડેલી, કવાંટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના બોડેલીનું વર્ધમાન નગર તો જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત બોડેલીના રજાનગર સહિતના વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. દરમિયાન પાવી જેતપુરના આ તણાયેલા ટેન્કરનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.



    ચોવીસ કલાક વરસાદની આગાહી

    હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક દરમિયાન વડોદરા (Vadodara Rains) પંચમહાલ (Panchmahal Rains) છોટાઉદેપુર (chhotaudepur Rains)માં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યના નર્મદા (Narmada Rains) તાપી (tapi Rains) સુરત (Surat Rains)માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

    આ પણ વાંચો :  દેશી bella ciao Viral video,ડાયરાના આ કલાકારે 'ગાભા કાઢી નાખ્યા,' ઈન્ટરનેટ પર મચી ધૂમ

    આ ઉપરાંત રાજ્યના આણંદ અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 22 સપ્ટેમ્બરથી જોર ઘટશે પરંતુ 24મી સપ્ટેમ્બરથી ફરી વરસાદ વરસી શકે છે.

    હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. જેમ કે વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને આણંદમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને વડોદરા પંચમહાલમાં ભારે વરસાદની સંભાવના છે.
    Published by:Jay Mishra
    First published: