છોટા ઉદેપુરઃખાપ પંચાયતની પ્રેમી યુગલને તાલીબાની સજા,જાહેરમાં કોરડા વીઝ્યાં

છોટા ઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના અને બોડેલી પોલીસ મથક ની હમા આવતા કલેડિયા પાસે આવેલ નર્મદાની માણીબેલી વસાહત મા એક તાલીબાની ખાપ પંચાયતનો મામલો સામે આવ્યો છે. વસાહતના એક પરિણિત પ્રેમી યુગલને જાહેરમા લાકડી અને ચાબુકના કોરડા ઝીકી માર માર્યાની ઘટના સામે આવી છે. જોકે આ બાબતે કોઈજ પોલીસ ફરિયાદ કરવામા આવી નથી.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
છોટા ઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના અને બોડેલી પોલીસ મથક ની હમા આવતા કલેડિયા પાસે આવેલ નર્મદાની માણીબેલી વસાહત મા એક તાલીબાની ખાપ પંચાયતનો મામલો સામે આવ્યો છે. વસાહતના એક પરિણિત પ્રેમી યુગલને જાહેરમા લાકડી અને ચાબુકના કોરડા ઝીકી  માર માર્યાની ઘટના સામે આવી છે. જોકે આ બાબતે કોઈજ પોલીસ ફરિયાદ કરવામા આવી નથી.

પરિણીત હોવા છતાં નાસી ગયેલા પ્રેમી યુગલને પકડી  સજા કરાઇ છે. ગ્રામજનો, પંચાયતના સભ્ય અને પરિણીતાના પતિએ કોરડા વીઝ્યા હતા.૫૦ વર્ષીય પ્રેમી ત્રણ બાળકોનો પિતા તેમજ ૪૫ વર્ષીય પ્રેમિકા ૪ સંતાનોની માતા છે. વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી છે. 2 લાખ રૂપિયા ન આપતા માર મરાયો હોવાનું કહેવાય છે.

વસાહતમા રહેતા એક આદીવાસી પરિવાર ના 50 વર્ષના અને ત્રણ સંતાનોના પિતા ને પોતાના ઘરની સામે રહેતી અને ચાર સંતાનો ની માતા સાથે પ્રેમ થઈ જતા આ બન્ને પ્રેમી યુગલો ઘરેથી નાસી સૌરાષ્ટ્ર તરફ નાસી ગયા હતા. જેઓને યુવતીના પતિ અને ગામના કેટલાક લોકો જઈને પકડી લાવ્યા હતા અને ગામમા પંચાયત ભરીઆદીવાસી પરંપરા મુજબ દાવો ભાંગવાની પ્રક્રિયામા પ્રેની પાસે યુવતીના પતિ એ રુપિયા બે લાખ માગ્યા હતા.

પરંતુ તે આપવા પ્રેમી સક્ષમ ન હોવાથી ખાપ પંચાયત દ્વારા તાલિબાની ક્રુત્ય આચરવામા આવ્યુ હતુ. આધેડ પ્રેમી યુગલ ને જાહેરમા લાકડીઓ અને દોરડાના ચાબુક વીંઝી માર મારી અપમાનિત કર્યા હતા.વાયરલ થયેલા વીડિયો મા આપ  તાલિબાની સ્ટાઇલમા ખાપ પંચાયત દ્વારા આ યુગલને ગાળો ભાંડી માર મારવામા આવી રહ્યો છે. ગામની આ ખાપ પંચાયતમા યુવતીના પતિ અને પંચાયત્ના એક સભ્ય દ્વારા માર મારતો વિડિયો ગામમા વાયરલ થતા આ સમગ્ર ઘટના  સામે આવી છે.

જોકે હજુ સુધી પ્રેમી યુગલ પૈકી કોઇએ પણ આ બાબતે પોલીસ ફરિયાદ કરી ન હોવાનુ જાણવા મળેલ છે. વાયરલ થયેલા વિડિયો ને આધારે પોલીસ આજે ગામમા પહોંચી છે અને પોલીસે સમગ્ર બનાવની ઝીણ્વટ ભરી તપાસ હાથ ધરી છે.
First published: