છોટા ઉદેપુરઃગ્રામજનોએ હલ્લો મચાવતા તંત્રની મીલીભગતથી ચાલતા રેતી ખનન પર બ્રેક

છોટા ઉદેપુર : છોટાઉદેપુરના સુસ્કાલ ગામે ગ્રામજનોએ રેતીની લીઝો ઉપર હલ્લો મચાવી ગેરકાયદેસર રેતી ખનન અને તંત્રની મીલીભગતનાં ગંભીર આક્ષેપ લગાવી ગામની તમામ લીઝો બંધ કરાવી હતી.

છોટા ઉદેપુર : છોટાઉદેપુરના સુસ્કાલ ગામે ગ્રામજનોએ રેતીની લીઝો ઉપર હલ્લો મચાવી ગેરકાયદેસર રેતી ખનન અને તંત્રની મીલીભગતનાં ગંભીર આક્ષેપ લગાવી ગામની તમામ લીઝો બંધ કરાવી હતી.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
છોટા ઉદેપુર : છોટાઉદેપુરના સુસ્કાલ ગામે ગ્રામજનોએ રેતીની લીઝો ઉપર હલ્લો મચાવી ગેરકાયદેસર રેતી ખનન અને તંત્રની મીલીભગતનાં ગંભીર આક્ષેપ લગાવી ગામની તમામ લીઝો બંધ કરાવી હતી.

reti khanan01

છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીનાં પટની રેતી સફેદ સોના સમાન માનવામાં આવે છે. આ સફેદ રેતીનો કાળો ધંધો જિલ્લામાં બેરોક્ટોક ધમ ધમે છે. પરંતુ કેટલીક જગ્યાએ ગેરકાયદેસર ચાલતી પ્રવ્રુતિ સામે લોકો અવાજ ઉઠાવે છે અને તેમા પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામમાં તો અવાર નવાર ગ્રામજનોનો ગેરકાયદેસર રેતીની લીઝોને મંજૂરી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચે છે.

સુસ્કાલ ગામમાં આપવામાં આવેલ લીઝોની મંજૂરીમાં પંચાયતનો કોઈ ઠરાવ નહિ કરાયાના આક્ષેપ તેમજ નજીવી રોયલ્ટીના દરે ચાલતી આ રેતીની લીઝના સંચાલક સાથે ખાન ખનીજ ના અધિકારીની મિલીભગતનાં આક્ષેપ કરી આ લીઝોને ફાયદો પહોચાડવાં હરાજી કરીને કરોડોમાં આપેલ રેતીનાં બ્લોકને તંત્ર દ્વારા કનડગત કરાતી હોવાનું કહી ગ્રામજ્નો એ આજે ગામની તમામ લીઝો ઉપર હલ્લો મચાવી બંધ કરાવી દીધી છે.

4 કરોડ જેટલી માતબર રકમમાં હરાજી દ્વારા અપાયેલ અને છેલ્લા છ દિવસથી ફરી કાર્યરત કરાયેલ સમર્પણ બ્લોકને ખાણખનીજ વિભાગ દ્વારા કોઈ પણ જાતની નોટીસ આપ્યા વગર બંધ કરી દેવામાં આવી છે. પોતે આ બ્લોકમાં મજૂરી કરતા હોય પોતાની રોજીરોટી છીનવાઈ જતાં તેમજ તેની સામે ગેરકાયદેસર ચાલતી લીઝો ઉપર તંત્ર દ્વારા કોઈ પણ પગલા ન લેવાતા હોવાનુ કહી આજે ગ્રામજનોનો આક્રોષ ચરમસીમાએ પહોચ્યો અને જાતે જ લીઝો બંધ કરાવી દીધી હતી.

First published: