શાળામાં ગેરકાયદે બાંધકામ હટાવવા વિદ્યાર્થીઓની હડતાલ

વિદ્યાર્થીઓનું કહેવું હતું કે, આ મેદાન બાળકોનાં રમવા માટે છે. આ ખુલ્લી જગ્યામાં કોઇ બાંધકામ ન થવું જોઇએ.

વિદ્યાર્થીઓનું કહેવું હતું કે, આ મેદાન બાળકોનાં રમવા માટે છે. આ ખુલ્લી જગ્યામાં કોઇ બાંધકામ ન થવું જોઇએ.

 • Share this:
  છોટાઉદેપુર: વડોદરા નજીક આવેલા છોટાઉદેપુરની કવાંટ  ઇંગ્લિશ હાઇ સ્કૂલનાં વિદ્યાર્થીઓએ આજે સ્કૂલ સંચાલકો વિરુદ્ધ બાયો ચઢાવી હતી અને આ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કરતાં તેમણે ધરણાં શરૂ કરી દીધા હતાં. જે બાદ સંચાલકોમાં દોડધામ મચી ગઇ હતી. વિદ્યાર્થીઓનો મુદ્દો હતો કે સ્કૂલનાં રમતનાં મેદાનમાં દૂકાનોનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. જેનો તેમને વિરોધ
  ઉઠાવ્યો હતો. વિદ્યાર્થીઓનું કહેવું હતું કે, આ મેદાન બાળકોનાં રમવા માટે છે. આ ખુલ્લી જગ્યામાંકોઇ બાંધકામ ન થવું જોઇએ.

  સ્કુલમાં ધોરણ ૬ થી ૧૨ના લગભગ એક હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓએ શાળાના સંચાલકો સામે બાયો ચઢાવતા સંચાલકાઓ મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા છે. શાળાના પરીસરમાં શાળાના ટ્રસ્ટ દ્વારા દુકાનોનું બાંધકામ કરવાનું શરૂ કરાતા શાળાના વિધ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મલી રહ્યો છે શાળાનાં વિદ્યાર્થી હાતીમ કાયદાવાલા અને અંકીત પ્રજાપતીએ આ
  વિશે વાત કરી હતી તેમનું કહેવું છે કે ,હાલમાં શાળાનું મેદાન મોટું છે જે દુકાનો બનવાથી નાનું થઈ જશે.

  વડાપ્રધાન મોદી રમત-ગમતને આપે છે પ્રાધાન્ય
  એક તરફ દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદી રમત ગમતને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે અને બીજી તરફ શાળા સંચાલકો શાળાના મેદાન નાના કરી રહ્યા છે. આ બાબતને લઈને શાળાના વિદ્યાર્થીઓએ કવાંટ મામલતદારને કામ અટકાવીને નવી બનતી દુકાનો તોડી પાડવાની માંગણી પણ કરી હતી.

  જ્યારે આ બાબતે શાળાના કેળવણી મંડળના પ્રમુખ જમનાદાસ પરીખનું કહેવું છે કે, આ બાળકો શા માટે ધરણા કરી રહ્યા છે તેનાથી હું અજાણ છું. આ વિદ્યાર્થીઓની શું માંગણી છે તે અંગે પણ કોઈ રજૂઆત કરી નથી તેમ જણાવતા હતા. તેઓએ જણાવ્યુ કે પંચાયત તરફથી આ કામ રોકવા માટેની નોટીસ મળતા જ અમે કામ અટકાવી દીધું છે.

  હાલ તો વિધ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તેઓ જણાવી રહ્યા છે કે જ્યાં સુધી તેમની માંગણી સંતોષાય નહી ત્યાં સુધી અમે હટવાના નથી જોવાનું એ રહે છે કે વિધ્યાર્થીઓની માંગણી શાળાના સંચાલકો માને છે કે નહી.

  (છોટાઉદેપુરથી સંજય ભાટિયાનો રિપોર્ટ )
  Published by:Margi Pandya
  First published: